મોરબી તાલુકા પોલીસે મળેલ બાતમીને આધારે પાનેલી ગામે કોળીવાસમાં અશ્વિનભાઈ હીરાભાઈ કોળીની ભોગવટાવાળી ઓરડીમાં દરોડો પાડ્યો હતો. ઓરડીમાંથી વિદેશી દારૂની બે અકાગ અલગ બ્રાન્ડની ૧૮૦મીલી.ની ૯૬ બોટલ કિ.રૂ.૭,૬૮૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જોકે રેઇડ દરમિયાન આરોપી અશ્વિનભાઈ સ્થળ ઉપર હાજર નહિ માલી આવતા તાલુકા પોલીસે તેને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે પોલીસે દારૂનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.






