Friday, August 21, 2026
HomeGujaratરંગપર રોડ પર ધોળા દિવસે શ્રમિક ઉપર છરીથી હુમલો કરનાર બંને આરોપી...

રંગપર રોડ પર ધોળા દિવસે શ્રમિક ઉપર છરીથી હુમલો કરનાર બંને આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે ટેકનિકલ માધ્યમ અને હ્યુમન સોર્સની મદદથી સરતાનપર રોડ પરથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના રંગપર રોડ ઉપર સત્યમ કાંટા પાસે મિત્રની રાહ જોઈ રહેલા શ્રમિકને બે અજાણ્યા શખ્સો દ્વારા ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યા બાદ છાતી, ખભા અને ગળાના ભાગે છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરાયો હતો. જે બન્ને આરોપીને મોરબી તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા હતા.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રંગપર રોડ પર એબીસી કારખાના નજીક સત્યમ કાંટા પાસે ગત તા.૧૮ ઓગસ્ટના રોજ શ્રમિક સુનિલભાઈ કનૈયાલાલ બામણીયા ઉપર છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. છૂટક મજૂરીએ જવા માટે મિત્રની રાહ જોઈ રહેલા ફરિયાદી સુનિલભાઈ સાથે આરોપી મુકેશ અને રીતેશ નામના બે શખ્સોએ ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ બંનેએ પોતાની પાસે રહેલી છરી વડે ફરિયાદીની છાતીના ડાબા ભાગ, ડાબા ખભા તથા ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૧૦૯(૧), ૩૫૨, ૫૪ તથા જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા સર્વેલન્સ સ્ટાફને સૂચના આપી હતી. પોલીસે ટેકનિકલ માધ્યમ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં સરતાનપર રોડ પરથી બંને આરોપીઓ મુકેશભાઈ ગુલાબભાઈ ભુલાભાઈ ભુરીયા હાલ રહે. સરતાનપર રોડ મિલેનિયમ કારખાનાની લેબર કોલોની મોરબી મૂળ મધ્યપ્રદેશ અને રીતેશભાઈ શેરસીંગ રતનસીંગ કનેશ હાલ રહે. ઊંચી માંડલ ગામ સેરોન કારખાનાની લેબર કોલોની મોરબી મૂળ જાંબુઆ મધ્યપ્રદેશ વાળાને ઝડપી લીધા હતા. હાલ સમગ્ર મામલે ગુનાની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!