ત્રણ અલગ-અલગ દરોડામાં મોરબી પોલીસે રોકડા કુલ રૂ.૫૪,૩૫૦/-સહિતનો મુદ્દામાલ કબજે કર્યો.
મોરબી, હળવદ અને વાંકાનેર પોલીસે ત્રણ અલગ-અલગ રેઇડમાં કુલ ૯ મહિલા સહિત ૧૯ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં પ્રથમ રેઇડમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ પર સમજુબા સ્કૂલ પાછળ ભગવતીપાર્કમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મેઘાબેન વીમલભાઈ લલીતભાઈ રાણપરીયા, પુજાબેન લાભુભાઈ નટુજી ઠાકોર, ક્રીષ્નાબેન હરેશભાઈ તુલષીદાસ અગ્રાવત, વિશાલભાઈ હરેશભાઈ તુલષીદાસ અગ્રાવત, મંજુલાબેન મંગળગીરી પરસોતમગીરી ગૌસ્વામી,સમાબેન સફીભાઈ મેમણ, ઉષાબેન અશ્વિનભાઈ પ્રભુદાસ સંપટ, મમતાબેન અરવિંદભાઈ ત્રિભુવનભાઈ વટગામા,સરસ્વતીબેન ઉર્ફે સિલ્પાબેન વિપુલભાઈ રવજીભાઈ,દક્ષાબેન અમૃતભાઈ પ્રેમજીભાઈ ઠોરીયા વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૧૫,૩૦૦/- કબજે કરવામાં આવ્યા હતા.
જ્યારે જુગારના બીજા દરોડાની મળતી વિગતો મુજબ, હળવદ પોલીસે ગોલાસણ ગામે રાયધનભાઈ નરશીભાઈના ઘર પાસે જાહેર શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા મહિપતભાઈ ચતુરભાઈ દેકાવાડીયા ઉવ.૩૭ રહે. વીરપુર તા. વાંકાનેર, રમેશભાઈ વાલજીભાઈ રાઠોડ ઉવ.૩૫ રહે.ભવાનીનગર ઢોરો હળવદ તથા સંજયભાઈ નાગજીભાઈ સનુરા ઉવ.૩૮ રહે. જાંબુડીયા તા.જી. મોરબી વાળા પાસેથી રૂ.૨૧,૭૦૦/- રોકડા મળી આવ્યા હતા.
આ ઉપરાંત, ત્રીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે નવાપરા-ખડીપરા શેરી નં.૨ની ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટલાઇટના અજવાળે પૌસની હારજીતનો જુગાર રમતા લાલજીભાઈ શિવાભાઈ કાંજીયા ઉવ.૨૨ રહે. ખડીપરા નવાપરા વાંકાનેર, હુસેનભાઈ યુસુફભાઈ અફરીદી ઉવ.૨૭ રહે.ખડીપરા વાંકાનેર, સુરેશભાઈ ભરતભાઈ ધોરીયા ઉવ.૨૮ રહે. સૌવારીયા પંચાસર રોડ વાંકાનેર, રાજુભાઈ રમેશભાઈ ધોરીયા ઉવ.૨૨ રહે. નવાપરા વાંકાનેર, અનિલભાઈ રમેશભાઈ ધોરીયા ઉવ.૨૭ રહે. નવાપરા વાંકાનેર તથા મહેશભાઈ મનસુખભાઈ અઘોલા ઉવ.૨૮ રહે. નવાપરા વાંકાનેર વાળાને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન જુગારના પટ્ટમાંથી રૂ.૧૭,૩૫૦/- ની રોકડ રકમ કબ્જે જારી વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.






