ભાવપર ગામે પતિ સાથે ઓટલા પર સૂતેલી ૩૧ વર્ષીય મહિલાને ઝેરી જનાવર કરડતાં ઝેરી અસર થઈ હતી. જેથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું.
માળીયા મિયાણા તાલુકાના ભાવપર ગામે(મુસ્તાકભાઈ સુમરા ના મકાને) રહેતા મૂળ દેવલી ગામ તાલુકો પેટલાવદ જીલ્લો જાંબુઆ એમ.પી.ના વતની રવિન્દ્ર ઉર્ફે રવિભાઈ સોલંકી અને તેમની પત્ની નિરૂબેન તા.૧૯ ઓગસ્ટે વહેલી સવારે મકાનના ઓટલા પર સૂતા હતા. દરમિયાન નિરૂબેનને કોઈ ઝેરી જનાવર કરડી જતા ઝેરી અસર થતાં તેમને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






