મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દાણાપીઠ સબ સ્ટેશન નજીકથી રેકડીમાં ફિટ કરેલ લોખંડની પેટીમાંથી વિદેશી દારૂના ૬૧ ચપલા ઝડપી લેવામાં આવ્યા હતા. રેઇડ દરમિયાન આરોપી સીદીક ચાનીયા સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કર્યો છે.
મોરબી પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે દાણાપીઠ સબ સ્ટેશન પાસે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં રેકડીમાં બેસાડેલી લોખંડની પેટીમાંથી વિદેશી દારૂની ૧૮૦મીલી.ની ૬૧ બોટલ કિ.રૂ.૪,૫૭૫/- મળી આવી હતી. રેઇડ દરમિયાન આરોપી સીદીકભાઈ ઇસ્માઇલભાઈ ચાનીયા રહે. વાઘપરા મોરબી વાળો હાજર માલી ન આવતા, પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






