Saturday, August 22, 2026
HomeGujaratમોરબીમાં સ્કાય મુન સ્પામાં જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે કાર્યવાહી

મોરબીમાં સ્કાય મુન સ્પામાં જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે કાર્યવાહી

એસઓજીની તપાસમાં સ્પા વર્કરના બાયોડેટાની પોલીસમાં નોંધ નહીં કરાવી હોવાનું સામે આવ્યું.

- Advertisement -
- Advertisement -

મોરબી એસઓજી ટીમે કંડલા બાયપાસ રોડ પર આવેલા સ્કાય મુન સ્પામાં તપાસ કરતાં બે સ્પા વર્કરના બાયોડેટા ફોર્મ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યા ન હોવાનું સામે આવ્યું હતું. આથી સંચાલક સામે બીએનએસ કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.

મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે કંડલા બાયપાસ રોડ પર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે પિતૃકૃપા શોપિંગના પહેલા માળે આવેલા સ્કાય મુન સ્પામાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્પા સંચાલક ત્રિલોકભાઈ ઈશોરભાઈ પાલી ઉવ.૩૧ રહે.ઓમકાર રેસિડેન્સી લીલાપર રોડ મોરબી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યાં સ્પામાં કામ કરતી બે વર્કરના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું. જેથી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ આરોપી સ્પા સંચાલક ત્રિલોકભાઈ પાલી વિરુદ્ધ એસઓજી પોલીસે નોટિસ આપી, સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બીએનએસની કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!