દારૂની હેરાફેરી દરમિયાન કાર પલટી ખાઈ જતા ચાલક ફરાર: બી ડિવિઝન પોલીસે કાર અને કાર કબજે કર્યો.
મોરબી-માળીયા હાઇવે પર ફર્ન હોટલ નજીક દેશી દારૂની હેરાફેરી દરમિયાન કોઈ કારણોસર પલટી મારી ગયેલ વર્ના કારમાંથી પોલીસે ૪૦૦ લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. અકસ્માત બાદ આરોપી કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે ફર્ન હોટલ નજીક તપાસ કરતાં એક સફેદ રંગની હ્યુન્ડાઇ વર્ના કાર રજી.નં. જીજે-૧૯-બીએ-૧૩૬૬ પલટી ખાધેલી હાલતમાં મળી આવી હતી. કારમાં તપાસ કરતાં ૮ પ્લાસ્ટિકના બાચકામાં કુલ ૪૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૮૦,૦૦૦/- હોવાનું સામે આવ્યું હતું. આ સાથે પોલીસે દારૂ ઉપરાંત રૂ.૫ લાખની વર્ના કાર પણ કબજે કરી છે. અકસ્માત બાદ આરોપી કારચાલક સ્થળ પરથી ફરાર થઈ જતા તેના વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.






