મોરબી જીલ્લામાં ટંકારા અને હળવદ પોલીસે જાહેરમાં જુગાર રમતા કુલ ૧૧ શખ્સોને ઝડપી પાડ્યા હતા. બંને કાર્યવાહીમાં પોલીસે રોકડા કુલ રૂ.૯૭,૯૦૦/- સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જુગારની પ્રથમ રેઇડમાં ટંકારા પોલીસે મિતાણા-વાલાસણ રોડ પર ડેમ નજીક નદી કાંઠે બાવળની ઝાડીમાં જાહેરમાં જુગાર રમતા વિપુલભાઈ પુનાભાઈ બાંભવા ઉવ.૩૨ રહે. મિતાણા જુના ઝાપા પાસે તા. ટંકારા, બાબુભાઈ રાણાભાઈ સોઢિયા ઉવ.૬૫ રહે. મિતાણા રામજી મંદિર પાસે તા. ટંકારા, કિશોરભાઈ બાબુભાઈ દેણપીયા ઉવ.૬૪ રહે. અમી એક્ઝોટિકા સોસાયટી માધાપર રાજકોટ મૂળ ગામ મિતાણા તા. ટંકારા, સામતભાઈ પાલાભાઈ બાળા ઉવ.૩૦ રહે. મિતાણા રામજી મંદિર પાસે તા. ટંકારા, રોહિતભાઈ વાસુરભાઈ બસિયા ઉવ.૩૮ રહે.મિતાણા મસ્જિદની બાજુમાં તા. ટંકારા, સાજીદભાઈ આમદભાઈ ઠેબા, ઉવ.૩૯ રહે. મિતાણા ચામુંડા હોટલ પાછળ તા. ટંકારા વાળાને રોકડા રૂ.૬૫,૧૦૦/- સાથે પકડી લેવામાં આવ્યા હતા.
બીજા દરોડાની પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદ પોલીસે ચરાડવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા વિજય છગનભાઈ માકાસણા રહે. ચરાડવા ગામ તા. હળવદ, ગિરીશ રતીલાલભાઈ પરમાર રહે.ચરાડવા ગામ તા. હળવદ, રફીક હારૂનભાઈ મોવર રહે. માળીયા માતમના ઓટા પાસે, અમીત રમેશભાઈ ચૌહાણ રહે. ચરાડવા ગામ નવું તળાવ તા. હળવદ, દિલીપ અરવિંદભાઈ સોનગ્રા રહે. ચરાડવા ગામ પ્લોટ વિસ્તાર તા. હળવદ વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૩૨,૮૦૦/- કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.






