Sunday, August 23, 2026
HomeGujaratહળવદમાં રસ્તા પર અચાનક ભુંડ આવતાં બાઇક અથડાયુ, યુવકનું સારવાર દરમિયાન મોત

હળવદમાં રસ્તા પર અચાનક ભુંડ આવતાં બાઇક અથડાયુ, યુવકનું સારવાર દરમિયાન મોત

હળવદના બાપા સીતારામ મઢુલી નજીક દશામાંના મંદિર પાસે મોટરસાયકલ લઈને પસાર થતાં યુવકનું બાઇક અચાનક રોડ પર આવેલા ભુંડ સાથે અથડાતા ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા પ્રવિણગીરી દોલતગીરી ગોસાઈ ઉવ.૩૫ તા.૧૬ ઓગસ્ટના રોજ રાત્રે ૮ વાગ્યા પહેલાં પોતાના ભાઈનું સ્પ્લેન્ડર મોટરસાયકલ નં. જીજે-૩૬-બીએ-૮૦૧૭ લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન બાપા સીતારામ મઢુલી બાજુ દશામાંના મંદિર પાસે રોડ પર અચાનક ભુંડ આવી જતા મોટરસાયકલ તેની સાથે અથડાયુ હતું. આ અકસ્માતમાં પ્રવિણગીરીને માથાના જમણા ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!