Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીમાં કોરોના અંગે ખોટી અફવા ફેલાવનાર યુવાનને પોલીસે કાયદાનાં પાઠ ભણાવ્યા

મોરબીમાં કોરોના અંગે ખોટી અફવા ફેલાવનાર યુવાનને પોલીસે કાયદાનાં પાઠ ભણાવ્યા

મોરબી પંથકમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારે સોશિયલ મીડિયામાં ઓડીયો ક્લિપ વાયરલ કરી અફવા ફેલાવનાર યુવાનની પોલીસે ધરપકડ કરી કડક કાર્યવાહી કરી યુવાનને કાયદાનાં પાઠ ભણાવ્યા છે

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં એક ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી હતી જેમાં આર્કીટોન સિરામિક ફેક્ટરીમાં ૪૦ થી વધુ કોરોના પોઝિટિવ કેસ આવ્યા અને રાતોરાત કારખાનું શટડાઉન લઇ લીધું છે. જે ખોટી અફવા ફેલાય અને લોકોમાં ભય ઉભો થાય તે પ્રકારનો ઓડિયો વાયરલ કર્યો હતો. જે ઓડિયો વાયરલ થયા બાદ તાલુકા પોલીસ ટીમ હરકતમાં આવી હતી અને ફેક્ટરીના પાર્ટનર સાથે પૂછપરછ કરી ખરાઈ કરતા સિરામિકમાં કોઈ કેસો આવેલ ના હોય અને સિરામિક ફેક્ટરી ચાલુ હોવાનું જણાવ્યું હતું જેથી અજાણ્યા ઇસમ વિરુદ્ધ તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં ફેકટરીના કર્મચારી ધ્રુવ રમેશભાઈ ભાટિયા (ઉ.વ.૨૮, રહે ઉમા ટાઉનશીપ, શિવાલિક એપાર્ટમેન્ટ, મોરબી) વાળાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૪ તેમજ આઈપીસી કલમ ૫૦૧(૧)(ખ) મુજબ ધ્રુવ ભાટીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!