Wednesday, August 26, 2026
HomeGujaratમોરબીમાં ‘તેરા તુજકો અર્પણ’ હેઠળ ૩૧ ખોવાયેલા મોબાઇલ મૂળ માલિકોને પરત આપ્યા

મોરબીમાં ‘તેરા તુજકો અર્પણ’ હેઠળ ૩૧ ખોવાયેલા મોબાઇલ મૂળ માલિકોને પરત આપ્યા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે CEIR પોર્ટલની મદદથી રૂ.૫.૧૦ લાખની કિંમતના ૩૧ ખોવાયેલા મોબાઇલ શોધી કાઢી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને એકસાથે પોલીસ મથક બોલાવી પરત કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ અને પીઆઈ જે.ડી. સરવૈયાના સુપરવિઝન હેઠળ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા અને ચોરાયેલા મોબાઇલ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ કોન્સ્ટેબલ દેવાયતભાઈ રાઠોડે CEIR પોર્ટલમાં એન્ટ્રી કરી સતત મોનિટરિંગ તથા ટેકનિકલ વર્કઆઉટના આધારે આશરે રૂ.૫,૧૦,૦૦૦/-ની કિંમતના ૩૧ જેટલા મોબાઇલ ફોન શોધી કાઢ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તમામ મોબાઇલ તેમના મૂળ અરજદારોને પરત કરવામાં આવ્યા હતા. આ કામગીરીથી પોલીસ પ્રજાની મિત્ર છે તે સૂત્ર સાર્થક કર્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!