Tuesday, August 25, 2026
HomeGujaratમાર્કેટ રેટ કમિટી(MRC)નો નિર્ણય:મોરબી જિલ્લામાં ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રસ્ત ચાર ગામના કુલ ૨૫...

માર્કેટ રેટ કમિટી(MRC)નો નિર્ણય:મોરબી જિલ્લામાં ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રસ્ત ચાર ગામના કુલ ૨૫ સર્વે નંબરોના ખેડૂતો માટે વળતરની રકમ નક્કી કરાઇ

મોરબી, 25 ઓગસ્ટ: મોરબી જિલ્લામાં ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને નવા સરકારી ઠરાવ મુજબ ન્યાયી વળતર મળે તે માટે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં માર્કેટ રેટ કમિટી (MRC)ની બેઠક યોજાઈ હતી.બેઠકમાં વધુ ચાર ગામના કુલ 25 સર્વે નંબરો માટે નવા ભાવ નક્કી કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

માર્કેટ રેટ કમિટી દ્વારા વાંકાનેર તાલુકાના હોલમઢના 15, ઘીયાવડના 6, હળવદ તાલુકાના રાણેકપરના 2 અને માળીયા મિયાણા તાલુકાના વીરવદરકાના 2 સર્વે નંબરોના ભાવ નક્કી કરાયા છે.

સરકારની જોગવાઈ મુજબ ત્રણ વેલ્યુઅર પાસેથી બંધ કવરમાં ભાવ મંગાવવામાં આવ્યા હતા. ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં લોટરી પદ્ધતિથી બે કવર પસંદ કરી ભાવ નિર્ધારિત કરવામાં આવ્યા હતા. 25 પૈકી 22 સર્વે નંબરોમાં બંને ભાવ વચ્ચે 20 ટકાથી ઓછો તફાવત હોવાથી સરેરાશ ભાવ ગણવામાં આવ્યો હતો.

જ્યારે હોલમઢના બે અને ઘીયાવડના એક સર્વે નંબરમાં 20 ટકાથી વધુ તફાવત હોવાથી નિયમ મુજબ ઓછા ભાવમાં 10 ટકાનો ઉમેરો કરી અંતિમ દર નક્કી કરાયો હતો. આ પ્રક્રિયાને ખેડૂત પ્રતિનિધિઓએ પણ માન્ય રાખી હતી.

અગાઉ DLVC મુજબ સંબંધિત સર્વે નંબરો માટે એક વીઘાનો ભાવ રૂ.13.50 લાખ હતો. નવી MRC પ્રક્રિયા બાદ રાણેકપરના કેટલાક સર્વે નંબરોમાં આશરે રૂ.69 લાખ, ઘીયાવડમાં રૂ.55 લાખ, હોલમઢમાં રૂ.49.50 લાખ અને વીરવદરકામાં આશરે રૂ.25 લાખ પ્રતિ વીઘા સુધીના ભાવ નક્કી થયા છે.

આમ, રાણેકપરના કેટલાક સર્વે નંબરોમાં અગાઉની સરખામણીએ પાંચ ગણાથી વધુ, ઘીયાવડમાં ચાર ગણાથી વધુ અને હોલમઢમાં સાડા ત્રણથી ચાર ગણું જ્યારે વીરવદરકામાં લગભગ બમણું વળતર મળવાપાત્ર બન્યું છે.

સાત દિવસમાં 100 ટકા વળતર ચૂકવવા આદેશ

કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરે દ્વારા ટ્રાન્સમિશન કંપનીઓને MRC દ્વારા નક્કી થયેલી 100 ટકા વળતરની રકમ અસરગ્રસ્ત ખેડૂતોને સાત દિવસમાં ચૂકવવા આદેશ આપવામાં આવ્યો હતો.

સાથે જ જિલ્લાના અન્ય અસરગ્રસ્ત ખેડૂતોને પણ નવી સરકારી જોગવાઈ મુજબ MRC સમક્ષ ભાવ નિર્ધારણની પ્રક્રિયામાં પોતાના પ્રતિનિધિની નિમણૂક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, ટ્રાન્સમિશન કંપનીઓના અધિકારીઓ, જમીન મૂલ્યાંકનકારો તથા ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!