મોરબીના શનાળા બાયપાસ નજીક ગોકુળનગરમાં સીટી એ ડિવિઝન પોલીસે રહેણાંક ઓરડીમાં દરોડો પાડી વિદેશી દારૂના ૧૫૬ ચપલા અને બિયરના ૩૦ ટીન સાથે એક શખ્સની ધરપકડ કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોકુળનગર ગૌશાળા પાસે તળાવની બાજુ આવેલી શનીભાઈની રહેણાંક ઓરડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં તપાસ દરમિયાન શનીભાઈ ઉર્ફે સનીયો શાંતીલાલ કડેવાર ઉવ.૩૨ રહે. ગોકુળનગર શનાળા બાયપાસ પાસે મોરબી વાળા પાસેથી રીટ્ઝ રીઝર્વ વ્હીસ્કીના ૧૮૦મીલી.ના ૧૫૬ નંગ ચપલા, કિંગ ફિશર અને બડવાઇઝર મેગ્નમ બીયરના કુલ ૩૦ નંગ ટીન કુલ કિ.રૂ.૩૦,૫૭૪/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી પ્રોહિબીશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






