Wednesday, August 26, 2026
HomeGujaratનીચી માંડલ પાસે રોંગ સાઈડમાં આવેલી બોલેરોની ઠોકરે રિક્ષાચાલકનું મોત

નીચી માંડલ પાસે રોંગ સાઈડમાં આવેલી બોલેરોની ઠોકરે રિક્ષાચાલકનું મોત

મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક હળવદ-મોરબી રોડ પર રોંગ સાઈડમાં પુરઝડપે આવેલી બોલેરોએ સીએનજી રિક્ષાને ટક્કર મારતાં ૨૬ વર્ષીય રિક્ષાચાલક યુવકનું ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર, નીચી માંડલ ગામે રહેતા રાહુલભાઈ રામજીભાઈ ચૌહાણ ઉવ.૨૬ ગઈકાલ તા.૨૫/૦૮ના રોજ વહેલી સવારે પોતાની સીએનજી રિક્ષા નં. જીજે-૩૬-યુ-૫૫૪૩ લઈને નીચી માંડલથી મોરબી તરફ જઈ રહ્યા હતા. દરમિયાન સિમોલો સિરામીક કારખાના પાસે મહિન્દ્રા બોલેરો રજી.નં. જીજે-૧૦-ટીએક્સ-૯૦૭૩ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારીથી રોંગ સાઈડમાં ચલાવી આવી રિક્ષાને ટક્કર મારી હતી.

અકસ્મતમાં રાહુલભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ મારફતે મોરબીની સમર્પણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જતી વખતે તબિયત વધુ લથડતાં ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતના બનાવ અંગે મૃતકના મોટા ભાઈ દિલીપભાઈ રામજીભાઈ ચૌહાણની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!