Wednesday, August 26, 2026
HomeGujaratટંકારા પોલીસની કાર્યવાહી: પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને પાસા હેઠળ જેલહવાલે કરાયા

ટંકારા પોલીસની કાર્યવાહી: પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને પાસા હેઠળ જેલહવાલે કરાયા

ટંકારા: પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો સામે પાસાની કાર્યવાહી કરી ટંકારા પોલીસે બંનેને જેલ હવાલે કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.ડી. ઝાલા અને ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં પ્રોહિબીશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી જેની કાર્યવાહીમાં મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ તથા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ પાસા વોરંટ ઇશ્યૂ કર્યું હતું.જે પાસા વોરંટ ને આધારે ટંકારા પોલીસે વશરામભાઈ નારણભાઈ સાટકા (ઉ.વ. 30), રહે. ગઢડા ગામ, તા. પડધરી, રાજકોટ વાળાની તા. 25 ઓગસ્ટે તેના રહેણાંક મકાનેથી અટકાયત કરી મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે જેલહવાલે કરાયો હતો.જ્યારે ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો નાગજીભાઈ ફાંગલિયા (ઉ.વ. 21, રહે. વાછકપર,બેડી, તા. ટંકારા, જી. મોરબી)વાળા ને તા. 26 ઓગસ્ટે હિલોલ, તા. દહેગામ, જી. ગાંધીનગર ખાતેથી ઝડપી લઈ લાજપોર જેલ, સુરત ખાતે મોકલી આપવામાં આવ્યા હોવાનું ટંકારા પોલીસની દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!