મોરબી તાલુકાના બેલા રંગપર ગામની સીમમાં મુરાનો સિરામીકની લેબર કોલોનીમાં રહેતી ૧૬ વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી ફેલાઈ હતી. ત્યારે બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આગળની તપાસ ચલાવી છે.
બેલા રંગપર ગામની સીમમાં મુરાનો સિરામીકની લેબર કોલોનીમાં રહેતી સુનીતાબેન પ્રીતમ ભીલાલા ઉવ.૧૬એ ગઈકાલ તા.૨૫/૦૮ના રોજ કોઈ કારણોસર લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






