મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રવાપર-ઘુનડા રોડ પર આસ્થા-એ એપાર્ટમેન્ટ સામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત ૧૦ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ રૂ.૨૪,૨૦૦ રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.
મળેલી બાતમીના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે રવાપર-ઘુનડા રોડ પર વૃંદાવન રેસીડેન્સી આસ્થા-એ એપાર્ટમેન્ટ સામે જાહેરમાં રેઇડ કરી હતી. જ્યાં સ્ટ્રીટ લાઇટના અજવાળે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા પીયુષભાઈ ડાયાભાઈ ભટાસણા ઉવ.૩૫ રહે. વૃંદાવન રેસીડેન્સી આસ્થા-એ બ્લોક નં.૨૦૨ રવાપર-ઘુનડા રોડ મોરબી, જોનીભાઈ મહેન્દ્રભાઈ વાછાણી ઉવ.૩૪ રહે.વૃંદાવન રેસીડેન્સી આસ્થા-એ બ્લોક નં.૭૦૧ રવાપર-ઘુનડા રોડ મોરબી, નીકેતનભાઈ ઘનશ્યામભાઈ સાધરીયા ઉવ.૩૦ રહે. ૪૦૨ ઓપેરા ટાવર ક્રિષ્ના સ્કૂલ શેરી રવાપર-ઘુનડા રોડ મોરબી, સંજયભાઈ મહાદેવભાઈ બારૈયા ઉવ.૪૨ રહે. ૨૦૨ શીવ એપાર્ટમેન્ટ ધર્મભક્તિ સોસાયટી રવાપર-ઘુનડા રોડ મોરબી, ભરતભાઈ શીવાભાઈ પરેચા ઉવ.૫૦ રહે. વૃંદાવન રેસીડેન્સી આસ્થા-એ બ્લોક નં.૭૦૪ રવાપર-ઘુનડા રોડ મોરબી, દિપાલબેન નીકેતનભાઈ ઘનશ્યામભાઈ સાધરીયા ઉવ.૨૯ રહે. ૪૦૨ ઓપેરા ટાવર ક્રિષ્ના સ્કૂલ શેરી રવાપર-ઘુનડા રોડ મોરબી, જલ્પાબેન જોનીભાઈ મહેન્દ્રભાઈ વાછાણી ઉવ.૩૭ રહે. વૃંદાવન રેસીડેન્સી આસ્થા-એ બ્લોક નં.૭૦૧ રવાપર-ઘુનડા રોડ મોરબી, શર્મીલાબેન સંજયભાઈ મહાદેવભાઈ બારૈયા ઉવ.૪૧ રહે. ૨૦૨ શીવ એપાર્ટમેન્ટ ધર્મભક્તિ સોસાયટી રવાપર-ઘુનડા રોડ મોરબી, મીતલબેન પીયુષભાઈ ડાયાભાઈ ભટાસણા ઉવ.૩૫ રહે. વૃંદાવન રેસીડેન્સી આસ્થા-એ બ્લોક નં.૨૦૨ રવાપર-ઘુનડા રોડ મોરબી તથા નીધીબેન મુકેશભાઈ મણવર ઉવ.૩૧ રહે. માટેલ પાર્ક ગોંડલ ચોકડી રાજકોટ વાળાને રોકડા રૂ.૨૪,૨૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






