Thursday, August 27, 2026
HomeGujaratલખધીરપુર રોડ પર લવ એન્ડ લક્ઝરી સ્પામાં જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે...

લખધીરપુર રોડ પર લવ એન્ડ લક્ઝરી સ્પામાં જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે કાર્યવાહી

મોરબીના લખધીરપુર રોડ પર આવેલા લવ એન્ડ લક્ઝરી સ્પામાં કામ કરતી સ્પા વર્કરના બાયોડેટાની પોલીસ સ્ટેશનમાં નોંધ નહીં કરાવવાના મામલે એસઓજી પોલીસે આરોપી સ્પા-સંચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એસઓજી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય, ત્યારે લખધીરપુર રોડ પ્લોટ નં.૨૭ ખાતે આવેલા લવ એન્ડ લક્ઝરી સ્પામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્પા મેનેજર જયદિપભાઈ દિનેશભાઈ ગોહેલ ઉવ.૨૪ ધંધો સ્પા મેનેજર રહે. સીરામીક સીટી જી-૨ બ્લોક નં.૨૦૧ મોરબી-૨ મૂળ ગુદી ગામ તા.ધોળકા જી.અમદાવાદ વાળા દ્વારા સ્પામાં કામ કરતી ત્રણ સ્પા વર્કરના બાયોડેટા ફોર્મની પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું. આથી જીલ્લા મેજીસ્ટ્રેટના અમલમાં રહેલા જાહેરનામાના બદલ આરોપી સ્પા-સંચાલક સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરવી એસઓજી પોલીસે આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!