મોરબી તાલુકાના અમરેલી ગામની સીમ અને હળવદના દીઘડીયા ગામે પોલીસે બે અલગ-અલગ રેઇડ કરી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ ૧૧ શખ્સોને ઝડપી પાડ્યા હતા. બંને દરોડામાં કુલ રૂ.૩૪,૭૪૦/- રોકડ સહિતનો મુદામાલ કબજે કરાયો હતો.
મોરબી તાલુકા પોલીસે અમરેલી ગામની સીમમાં જૂના આર.ટી.ઓ. સામે રામદેવ હોટલ પાછળ મચ્છુ નદીના કાંઠે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મહેબુબશાહ બાપુશાહ શાહમદાર ઉવ.૫૨ રહે. વીસીનગર પવિત્રકૂવા પાસે વીસીપરા મોરબી, અબ્દુલભાઈ ઈસ્માઈલભાઈ ખોખર ઉવ.૪૪ રહે. ભારતપરા શેરી નં.૩ મોરબી, આશીફભાઈ કરીમભાઈ પઠાણ ઉવ.૩૭ રહે. કબીર ટેકરી શેરી નં.૩ વાઘપરા મોરબી, મુનીરભાઈ અકબરભાઈ રાઉમા ઉવ.૩૮ રહે. જનકનગર શેરી નં.૧ પંચાસર રોડ મોરબી, તોફીકશાહ ફારૂકશાહ શાહમદાર ઉવ.૩૧ રહે. વીસીનગર સોસાયટી વીસીપરા મોરબી, સોકતભાઈ વલીભાઈ બાંભણીયા ઉવ.૪૨ રહે. શ્રીજી સોસાયટી વાવડી રોડ મોરબી તથા ઈસ્માઈલભાઈ અલારખાભાઈ ચાનીયા ઉવ.૫૩ રહે. વાઘપરાશેરી નં.૪ મોરબી વાળાને રોકડા રૂ.૨૪,૨૦૦/- સાથે પકડી લઈ તમામ વિરુદ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે જુગારની બીજી રેઇડમાં હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે દીઘડીયા ગામે નગીનભાઈ ઉર્ફે અંબારામભાઈ છગનભાઈ કવાડીયાની વાડીના શેઢા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નગીનભાઈ ઉર્ફે અંબારામભાઈ છગનભાઈ કવાડીયા ઉવ.૫૮ રહે.હાલ બ્રાહ્મણ ભોજનશાળા સામે હળવદ મૂળ વતન ખાખરેચી તા.માળીયા(મી), ધરમશીભાઈ ઘોઘાભાઈ ઉર્ફે વેરશીભાઈ ગડેસા ઉવ.૪૩ રહે. દીઘડીયા ગામ તા.હળવદ, પોલાભાઈ વેરશીભાઈ ઉર્ફે ઘોઘાભાઈ ગડેસા ઉવ.૩૬ રહે. દીઘડીયા ગામ તા.હળવદ તથા હીરાભાઈ ગોરધનભાઈ ગડેસા ઉવ.૪૦ રહે. દીઘડીયા ગામ તા.હળવદ વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે હળવદ પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૧૦,૫૪૦/-ની રોકડ રકમ કબ્જે લઈ ચારેય આરોપીઓ સામે જુગારધાર હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






