Thursday, August 27, 2026
HomeGujaratમોરબીના રોહિદાસપરા અને સરસ્વતીનગરમાં જુગારની બે રેઇડ, કુલ ૧૩ ઝડપાયા

મોરબીના રોહિદાસપરા અને સરસ્વતીનગરમાં જુગારની બે રેઇડ, કુલ ૧૩ ઝડપાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે રોહિદાસપરા અને સરસ્વતીનગર સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ ૧૩ શખ્સોને ઝડપી પાડ્યા હતા. બંને સ્થળેથી કુલ રોકડા રૂ.૩૪,૬૦૦/- કબજે કરી આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રોહિદાસપરા મેઈન રોડ વીશીપરા મોરબી ખાતે જાહેરમાં રેઇડ કરી તીનપત્તીનો જુગાર રમતા ભાવેશભાઈ મનસુખભાઈ મકવાણા ઉવ.૩૬ રહે. રોહિદાસપરા મેઈન રોડ વીશીપરા મોરબી, તુલશીભાઈ છગનભાઈ ચૌહાણ ઉવ.૩૫ રહે. વીશીપરા રોહિદાસપરા શેરી નં.૩ મોરબી, જીજ્ઞેશભાઈ મનસુખભાઈ મકવાણા ઉવ.૩૨ રહે. મોરબી, આકાશભાઈ દિનેશભાઈ બોસીયા ઉવ.૩૨ રહે.રોહિદાસપરા મેઈન રોડ વીશીપરા મોરબી, સુમીતભાઈ જેન્તીભાઈ સારેસા ઉવ.૨૫ રહે.મોરબી, કિશોરભાઈ બાબુભાઈ જાવદ ઉવ.૩૯ રહે.રોહિદાસપરા છેલ્લી શેરી વીશીપરા મોરબી તથા દિપકભાઈ રવજીભાઈ ચૌહાણ ઉવ.૪૦ રહે. રોહિદાસપરા મેઈન રોડ વીશીપરા મોરબી વાળાને રોકડા રૂ.૧૬,૬૫૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

બી ડિવિઝનની બીજી રેઇડમાં મોરબી-૨ વિધ્યુતનગર પાસે સરસ્વતીનગર સોસાયટી શેરી નં.૧ ખાતે જાહેરમાં સ્ટ્રીટ લાઇટ નીચે તીનપત્તીનો જુગાર રમતા અનિલભાઈ મગનભાઈ કડિવાલ ઉવ.૫૨ રહે. મોરબી-૨ વિધ્યુતનગર પાસે સરસ્વતીનગર સોસાયટી શેરી નં.૧, રવિભાઈ રમેશભાઈ મુજારીયા ઉવ.૩૨ રહે. રવાપર ગામ ધાયડી વિસ્તાર મોરબી, વિપુલભાઈ નરસંગભાઈ બાલસરા ઉવ.૩૪ રહે. મોરબી રવાપર રોડ શિવશક્તિ સોસાયટી, વિરલભાઈ વિભાભાઈ મેવાડા ઉવ.૪૧ રહે. મોરબી-૨ અરૂણોદયનગર ઉમા ટાઉનશીપના ગેટ સામે, અનિલભાઈ કુંવરજીભાઈ મુજારીયા ઉવ.૫૫ રહે. શનાળા ગામ નવા પ્લોટ વિસ્તાર તા.જી.મોરબી તથા મિલનભાઈ પરસોતમભાઈ સિદપરા ઉવ.૩૧ રહે. મોરબી ગોલ્ડન માર્કેટ પાછળ રવાપર રોડ ભૂમિ પેલેસ ફ્લેટ નં.૪૦૧ વાળાને ઝડપી લેવાય હતા પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૧૭,૯૫૦/- કબજે કરવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!