Friday, August 28, 2026
HomeGujaratસફાઇ કામદારને ભૂગર્ભ ગટર તેમજ ખાળકૂવામાં સફાઇ કરાવવા, ઊંડે ઉતરવા/ઉતારવા પર પ્રતિબંધ

સફાઇ કામદારને ભૂગર્ભ ગટર તેમજ ખાળકૂવામાં સફાઇ કરાવવા, ઊંડે ઉતરવા/ઉતારવા પર પ્રતિબંધ

ગટર સફાઇ દરમિયાન થતાં મૃત્યુ તથા દિવ્યાંગતાના કિસ્સામાં જવાબદાર દ્વારા ૩૦ લાખ સુધીનું વળતર ચૂકવવું પડશે.

- Advertisement -
- Advertisement -

મોરબી: મેન્યુઅલ સ્કેવેન્જર્સની પ્રથા નાબુદ કરવા સંદર્ભે ‘ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્ઝર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ-૨૦૧૩’ નો અમલ તા. ૧૯/૦૯/૨૦૧૩ તથા તે હેઠળ બનેલ નિયમનો તા.૧૨/૧૨/૨૦૧૩થી સમગ્ર દેશમાં કરવામાં આવેલ છે. આ કડક કાયદાનો મુખ્ય હેતુ કોઈપણ સફાઇ કામદારને ભૂગર્ભ ગટર તેમજ ખાળકૂવામાં સફાઇ કરાવવા, ઊંડે ઉતરવા/ઉતારવા પર પ્રતિબંધ ફરમાવી, ગેસ ગળતરને કારણે કામદારોના સંભવિત મૃત્યુની દુર્ઘટના સંપૂર્ણ રીતે અટકાવવાનો છે.

મોરબી જીલ્લાની મહાનગરપાલિકા/નગરપાલિકા અને પંચાયત વિસ્તારમાં આવેલ ખાનગી મિલ્કત /સોસાયટી /ફલેટ /રહેણાંક વસાહતો /હોટલ /દુકાનો /રેસ્ટોરન્ટ /હોસ્પીટલ /પેઢીઓ /કારખાનાઓ /સંસ્થાઓ /ધર્મશાળાઓ /ગેસ્ટહાઉસ /સમાજવાડીઓ /ધાર્મિક મંદિરો /શાળા /કોલેજ /હોસ્ટેલ વગેરેની અંદર કે આજુબાજુમાં આવેલ ભૂગર્ભ ગટર તેમજ ખાળકુવા સાફ કરવા માટે ક્યારેય કોઈપણ સફાઇ કામદારોને ભૂગર્ભ ગટર/ખાળકૂવા સફાઇ કરાવવા માટે ઊંડે ઉતારવાના રહેશે નહિ કે તે માટે કોઈ ફરજ પાડી શકશે નહી.

આ અધિનિયમની જોગવાઈ અનુસાર ગટર સફાઇ દરમિયાન થતાં મૃત્યુ તથા દિવ્યાંગતાના કિસ્સામાં જે વ્યક્તિ/સંસ્થા/સોસાયટી/કોન્ટ્રાકટર દ્વારા સફાઇ કામદારોને ગટર સફાઇ માટે રોકવામાં આવેલ હોય તે જવાબદાર વ્યક્તિ/સંસ્થા/સોસાયટી/કોન્ટ્રાકટર સામે ગેરકાયદેસર કૃત્ય બદલ ફોજદારી રાહે પગલા ભરવાની જોગવાઈ ઉપરાંત નામ.સુપ્રીમ કોર્ટના રીટ પિટિશનના ચુકાદાથી ગટર ગૂંગડામણને કારણે મૃત્યુ પામેલ સફાઇ કામદારોના મૃત્યુના કેસમાં સફાઇ કામદારોના વારસદારોને રૂ.૧૦.૦૦ લાખનું વળતર ચૂકવવા આદેશ આપવામાં આવેલ છે. નામ. સુપ્રીમ કોર્ટના તા.૨૦/૧૦/૨૦૨૩ના ચુકાદા મુજબ વળતરની રકમમાં વધારો કરી રૂ.૩૦.૦૦ લાખ ચૂકવવા આદેશ કરેલ છે અને ભોગ બનનાર મૃતકોના વારસદારોને જો રૂ.૧૦.૦૦ લાખનું ચૂકવણું કરવાનું બાકી હોય તેવા તમામ વરસદારોને રૂ.૩૦.૦૦ લાખનું ચૂકવણું કરવા તેમજ ગટર સફાઇ દરમિયાન ઉદભવતી દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતા અનુસાર ન્યૂનતમ રૂ.૧૦.૦૦ લાખનું વળતર અને કાયમી દિવ્યાંગતાના કિસ્સામાં ન્યૂનતમ રૂ.૨૦.૦૦ લાખનું વળતર ચૂકવવા આદેશ કરેલ છે.

કાનૂની ફરજ ઉપરાંત માનવતાની દ્રષ્ટીએ પણ આ જોખમી કામગીરી અપરાધ હોવાથી આપણે સૌને સાથે મળી ગેસ ગળતરથી થતાં અકાળે મૃત્યુને સંપૂર્ણપણે અટકાવવા માટે સહકાર આપવા જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી જીલ્લા પંચાયત , મોરબી તેમજ નાયબ નિયામક અનુ. જાતિ કલ્યાણ મોરબીની સયુક્ત યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!