Friday, August 28, 2026
HomeGujaratમોરબી ફાયર શાખા દ્વારા ૩૦૦ વિદ્યાર્થીઓ અને સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ

મોરબી ફાયર શાખા દ્વારા ૩૦૦ વિદ્યાર્થીઓ અને સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ

ફાયર સેફ્ટી સિસ્ટમનું ચેકિંગ કરી અપૂર્તતા ધરાવતી બિલ્ડિંગને નોટિસ: બે ફાયર કોલમાં જવાનોની કામગીરી.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા. ૧૯થી ૨૫ ઓગસ્ટ દરમિયાન એક શાળાના ૩૦૦ વિદ્યાર્થીઓ અને સ્ટાફને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત બિલ્ડિંગની ફાયર સેફ્ટી વ્યવસ્થાનું ચેકિંગ હાથ ધરાયું હતું.

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા.૧૯/૦૮થી ૨૫/૦૮ દરમિયાન ફાયર પ્રિવેન્શન અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન એક શાળાના ૩૦૦ વિદ્યાર્થીઓ અને સ્ટાફને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન ફાયર સાધનોના યોગ્ય ઉપયોગ તથા ઇમરજન્સીની સ્થિતિમાં જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં ફાયર પ્રિવેન્શન કામગીરીના ભાગરૂપે વિવિધ બિલ્ડિંગોના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમના ઇન્સ્ટોલેશનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. અપૂર્તતા જણાયેલી બિલ્ડિંગોને નોટિસ આપી ફાયર સેફ્ટી અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શિકા આપવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન ૫ ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) તથા ૨ હંગામી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ માટેની અરજીઓ મળી હતી, જે આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે. તેમજ મોરબીમાં બે ફાયર કોલ મળતાં ફાયર જવાનો દ્વારા સ્થળ પર જરૂરી કામગીરી કરવામાં આવી હતી.

મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફ્ટી અંગે લોકોમાં જાગૃતિ વધારવા, આગ નિવારણના સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવા તથા ઇમરજન્સીના સમયે સમયસર કાર્યવાહી કરીને જાનમાલનું નુકસાન અટકાવવાના હેતુથી આવી કામગીરી સતત કરવામાં આવી રહી છે. ફાયર ઇમરજન્સી સમયે મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસ (૦૨૮૨૨) ૨૩૦૦૫૦, ૧૦૧ અથવા ૧૧૨ પર સંપર્ક કરી શકાય છે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!