Friday, August 28, 2026
HomeGujaratમોરબી, હળવદ અને ટંકારામાં જુગારના દરોડા: ૮ ઝડપાયા, બે ફરાર

મોરબી, હળવદ અને ટંકારામાં જુગારના દરોડા: ૮ ઝડપાયા, બે ફરાર

કુલ રૂ.૨૪,૬૦૦/- રોકડ સહિત રૂ.૩૯,૬૦૦/-નો મુદ્દામાલ કબજે

- Advertisement -
- Advertisement -

મોરબીજીલ્લામાં પોલીસે જુગારના ત્રણ અલગ-અલગ દરોડા પાડી કુલ ૮ શખ્સોને ઝડપી લીધા છે, જ્યારે ૨ શખ્સો રેઇડ દરમિયાન નાસી ગયા હોવાથી તેઓને ફરાર જાહેર કર્યા છે. ત્રણેય કાર્યવાહીમાં રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૩૯,૬૦૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જુગારની પ્રથમ રેઇડની મળતી વિગતો અનુસાર, મોરબી-૨ ઈન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કનુભાઈ વાલજીભાઈ વાઘેલા ઉવ.૨૫ રહે. કુબેર ટોકીઝ પાસે મફતીયાપરા મોરબી-૨ અને નટુભાઈ બાબુભાઈ લુવારીયા ઉવ.૨૨ રહે. કાંતીનગર પેટ્રોલપંપ પાછળ મોરબી-૨ વાળા ઝડપાયા હતા. બંને પાસેથી પોલીસે કુલ રૂ.૩,૨૦૦/- રોકડ જપ્ત કરી હતી.

બીજા દરોડામાં હળવદમાં ગોરી દરવાજા પાસે વિહતમાતા મંદિર નજીક જુદા-જુદા ચિત્રોના બેનર ઉપર અંદર-બહારનો જુગાર રમતા અશોકભાઈ સવજીભાઈ કુડેચા ઉવ.૩૫ રહે. ગોરી દરવાજા હળવદ અને વિષ્ણુભાઈ પ્રવિણભાઈ ડાભી રહે. ગોરી દરવાજા હળવદ વાળા પાસેથી ગંજીપતાના પાના, બેનર તથા કુલ રૂ.૭,૨૦૦/- રોકડ કબજે કરવામાં આવી હતી.

જ્યારે જુગયારની ત્રીજી રેઇડમાં ટંકારા તાલુકાના જોધપર (ઝાલા) ગામના કોળીવાસ ચોકમાં તીનપત્તીનો જુગાર રમતા જગદીશભાઈ ભરતભાઈ છીપરીયા ઉવ.૨૦, કિશનકુમાર વિનોદભાઈ સારેસા ઉવ.૨૫ બંને રહે. જોધપર (ઝાલા) તા.ટંકારા ઝડપાયા હતા, જ્યારે શક્તિસિંહ હરદેવસિંહ ઝાલા અને આકાશભાઈ રમેશભાઈ છીપરીયા બંને રહે. જોધપર (ઝાલા) વાળા પોલીસને દૂરથી આવતા જોઈ ફરાર થઈ ગયા હતા. આ સાથે પોલીસે સ્થળ પરથી રૂ.૧૦,૪૦૦/- રોકડ અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂ.૨૩,૪૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!