મોરબી શહેરના જૂના ઘુંટુ રોડ પર સિલ્વરપાર્ક સોસાયટી વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે માલવાહક વાહન ઝડપાયું છે.મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી એક મારુતિ કંપનીની સુપર કેરી માલવાહક ગાડીમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 1,092 જેટલી બોટલો જેની કિંમત રૂપિયા 8.21 લાખ ઉપરાંત પોલીસે GJ36V5715 નંબરની મારુતિ સુપર કેરી માલવાહક ગાડી, જેની કિંમત આશરે રૂ.3 લાખ મળી કુલ 11.21 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે તેમજ આ વાહનના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી દારૂનો જથ્થો કોનો છે ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહિ માં LCB પીઆઇ એસ.પી.જાડેજા, પીએસઆઈ બી.ડી.ભટ્ટ,પીએસઆઇ વી.જી.માલાણી સહિત એલસીબી પેરોલ ફર્લો સ્ક્વોડ તેમજ હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ વાઘેલા અને કોન્સ્ટેબલ આશિફભાઈ ચાણક્યા સહિતના જોડાયા હતા.






