Saturday, August 29, 2026
HomeGujaratમોરબી: લુપ્ટેન સીરામીકની લેબર કોલોનીમાંથી એકસાથે ૭ મોબાઇલની ચોરી

મોરબી: લુપ્ટેન સીરામીકની લેબર કોલોનીમાંથી એકસાથે ૭ મોબાઇલની ચોરી

મોડી રાત્રે અલગ અલગ ચાર રૂમમાં ઘૂસેલા અજાણ્યા ચોરે છ શ્રમિકોના મોબાઇલ ઉઠાવી લીધા.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના રંગપર-જીવાપર રોડ પર આવેલી લુપ્ટેન સીરામીકની લેબર કોલોનીમાં મોડી રાત્રે અજાણ્યા ચોરે વિવિધ ચાર રૂમમાં પ્રવેશ કરી છ શ્રમિકોના કુલ સાત મોબાઇલ ફોન ચોરી કરી લીધા હતા. હાલ લેબર કોન્ટ્રાક્ટરની ફરિયાદને આધારે તાલુકા પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, લુપ્ટેન સીરામીકમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા વિપુલભાઈ પ્રાગજીભાઈ અમૃતીયા ઉવ.૪૩ રહે. જેતપર તા.જી- મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ગત તા.૨૭ ઓગસ્ટની રાત્રે શ્રમિકો પોતાના ક્વાર્ટરમાં સૂતા હતા. જે બાદ તા.૨૮ ઓગસ્ટે રાત્રિના સમયે મોબાઇલ ફોન શોધતા કેટલાક શ્રમિકોના મોબાઇલ મળી આવ્યા નહોતા. તપાસ કરતાં લેબર કોલોનીના અલગ-અલગ રૂમમાંથી કુલ સાત મોબાઇલ ચોરાયા હોવાનું સામે આવ્યું હતું.

ચોરીમાં સાહીલભાઈ યાદવ, મનિષકુમાર ઠાકુર, સુનીલકુમાર યાદવ, દેવરાજભાઈ દાવર, ભગીરથ કેવટ અને વીરસિંગ આદિવાસીના એમ સાત નંગ મોબાઇલ કિ.રૂ.૨૯,૦૦૦/- અજાણ્યો ચોર રાત્રિના સમયે લેબર કોલોનીના રૂમોમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી મોબાઇલ ચોરી કરી ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલ તાલુકા પોલીસે બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધી અજાણ્યા ચોરની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!