Saturday, August 29, 2026
HomeGujaratમોરબીમાં ફરી છરી બતાવી લૂંટ કરતી ગેંગ સક્રિય

મોરબીમાં ફરી છરી બતાવી લૂંટ કરતી ગેંગ સક્રિય

મોપેડ પર આવેલા ત્રણ શખ્સોએ શ્રમિકોને આંતરી મોબાઇલ અને રોકડ મળી રૂ.૧૧ હજારની લૂંટ ચલાવી.

- Advertisement -
- Advertisement -

મોરબીના ભરતનગર પાસે મોડી રાત્રે મોપેડ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ત્રણ શ્રમિકોને આંતરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બે મોબાઇલ ફોન અને રૂ.એક હજાર રોકડા મળી કુલ રૂ.૧૧ હજારની લૂંટ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ જ ગેંગે અન્ય એક શ્રમિક સાથે પણ લૂંટ કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ તાલુકા પોલીસે ત્રણેય અજાણ્યા લૂંટારાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી તાલુકાના ભરતનગર ગામ પાસે કે.કે. હોટલેથી કારખાના તરફ પરત ફરી રહેલા રાહુલભાઈ વેલાભાઈ વાલડીયા ઉવ.૧૮ પોલો સર્કલ પેપરમીલની ઓરડીમાં ખોખરા હનુમાન રોડ તા.જી.મોરબી મુળ રહે. મીઠાવીચારણ તા.વાવ જી-બનાસકાંઠા તથા તેમના મિત્રો રાણાભાઈ લક્ષ્મણભાઈ વાલડીયા ઉવ.૧૭ રહે. હાલ સર્કલ પેપરમીલ અને સુરજભાઈ રામદયાલ જાટમ રહે.ભરતનગર કે.કે. હોટલ પાસે સત્વ કંપનીમાં વાળા ગત તા.૨૭/૦૮ના રોજ મોડીરાત્રે પીળા રંગના સુઝુકી એક્સેસ મોપેડ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ રસ્તામાં આંતરી લીધા હતા. ત્રણેય શખ્સોમાંથી એકે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી મોબાઇલ અને રોકડની માંગણી કરી હતી.

આ દરમિયાન રાહુલભાઈ અને રાણાભાઈ પાસેથી બે મોબાઇલ ફોન કિ.રૂ.૧૦ હજાર તેમજ રાહુલભાઈના ખિસ્સામાંથી રૂ.એક હજાર રોકડા બળજબરીથી કઢાવી લઈ ત્રણેય શખ્સો બેલા ગામ તરફ નાસી ગયા હતા. ત્રણેય શખ્સોની ઉંમર આશરે ૩૦થી ૩૫ વર્ષની તેમજ બે શખ્સોએ કાળા રંગના ટી-શર્ટ અને એકે ક્રીમ રંગનું ટી-શર્ટ પહેર્યું હતું. તે પૈકી એકની દાઢી વધેલી હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે. વધુમાં, મોરબી તાલુકા પોલીસ મથકે પહોંચતા શયોરામ પ્રભુલાલ પુરવીયા નામના અન્ય શ્રમિક સાથે પણ આ જ પ્રકારના ત્રણ શખ્સોએ મોપેડ પર આવી મોબાઇલ ફોન નંગ ૨ અને રૂ.૧,૦૦૦/-ની લૂંટ કરી હોવાની ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું હતું. હાલ બંને બનાવમાં એક જ ગેંગ સંડોવાયેલી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. ત્યારે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ત્રણેય આરોપીઓ સામે છરી બતાવી લૂંટ, ધમકી, હેઠળની કલમો હેઠળ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!