Saturday, August 29, 2026
HomeGujaratવાંકાનેરના સરતાનપર ગામ નજીક બાઈક ચલાવવા બાબતે ૬ શખ્સોએ આતંક મચાવ્યો

વાંકાનેરના સરતાનપર ગામ નજીક બાઈક ચલાવવા બાબતે ૬ શખ્સોએ આતંક મચાવ્યો

છ શખ્સોએ લાકડીઓ વડે શ્રમિકો પર હુમલો કરતા પિતા-પુત્રને ગંભીર ઈજા: અન્ય ૯ શ્રમિકોને પણ માર માર્યો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં બાઈક ચલાવવા બાબતે બોલાચાલી કરી છ શખ્સોએ લાકડીઓ વડે શ્રમિકો પર હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદી અને તેના પિતાને માથા તથા આંખના ભાગે ઈજાઓ થઈ હતી, જ્યારે અન્ય ૯ શ્રમિકોને પણ નાના-મોટી ઇજાઓ પહોંચાડી હતી. ત્યારે સમગ્ર બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ૬ શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સરતાનપર ગામની સીમમાં મોટો સ્લીમ સિરામીકની લેબર કોલોનીમાં રહેતા અને મોટો રોલ્સ કારખાનામાં ગ્લેઝ લાઇન વિભાગમાં મજૂરી કરતા અભિષેક હુકમસીંગ રાજપુત ઉવ.૨૨ એ આરોપી વિજય રઘુભાઈ ગોરાલીયા, ગામ ભીમગુડા, તા. વાંકાનેર, જી. મોરબી, તેમજ મુકેશ સુરેશ મગવાનીયા, વિષ્ણુ જુગા મગવાનીયા, સુરેશ વરસીંગ મગવાનીયા, મનહર સુરેશ મગવાનીયા અને જુગા વરસીંગ મગવાનીયા સહિત છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૨૭ ઓગસ્ટની રાત્રે ટિફિન આપી બાઈક પર પરત ફરી રહ્યા હતા. દરમિયાન મોટો કારખાના સામે ત્રણ શખ્સો લાકડીઓ સાથે ઉભા રહી મજૂરો સાથે બાઈક ચલાવવા બાબતે ઝઘડો કરતા હતા. આ દરમિયાન ફરિયાદી અભિષેકભાઈ ત્યાંથી પસાર થતા તેને રોકી ગાળાગાળી કરી ઝઘડો કરતા તેણે તેમના પિતાને બોલાવ્યા હતા.

બાદમાં ત્રણેય શખ્સોએ લાકડીઓથી અભિષેક તથા તેના પિતા હુકમસીંગને માર મારતા બંનેને માથા તથા આંખના ભાગે ઈજાઓ થઈ હતી. દરમિયાન અન્ય મજૂરો ભેગા થતાં આરોપીઓએ ફોન કરી વધુ ત્રણ શખ્સોને બોલાવ્યા હતા. જેથી ઈકો કારમાં આવેલા અન્ય ત્રણ શખ્સોએ પણ લાકડીઓ વડે મજૂરો પર હુમલો કર્યો હતો.
હુમલામાં ફરિયાદીને ડાબી આંખ ઉપર કપાળના ભાગે ત્રણ ટાંકા, જ્યારે તેના પિતાને માથામાં છ ટાંકા આવ્યા હતા. ઉપરાંત અન્ય ૯ શ્રમિકોને પણ હાથ-પગ તથા માથાના ભાગે ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે તમામ છ આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!