Saturday, August 29, 2026
HomeGujaratઘુંટુમાં એસી-ફ્રીઝ રિપેરિંગની દુકાનમાંથી કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ ઝડપાયા

ઘુંટુમાં એસી-ફ્રીઝ રિપેરિંગની દુકાનમાંથી કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે ૮૦ કિલો કોપર વાયર અને રૂ.૬૨ હજાર રોકડા સહિત રૂ.૮૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો

- Advertisement -
- Advertisement -

મોરબીના ઘુંટુ ગામે એસી-ફ્રીઝ રિપેરિંગની દુકાનમાંથી થયેલી કોપર વાયર ચોરીનો ભેદ મોરબી તાલુકા પોલીસે ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. આ સાથે પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી ૮૦ કિલો શુદ્ધ કોપર વાયર અને રૂ.૬૨ હજાર રોકડા મળી કુલ રૂ.૮૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ એક આરોપી હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મિલકત સંબંધિત ચોરીના ગુનાની તપાસ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટીમે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ માધ્યમથી મળેલી બાતમીના આધારે ઘુંટુ ગામની સીમમાં આઈ.ટી.આઈ.ની બાજુમાં આવેલા ઝાંખડામાંથી ચોરીના મુદ્દામાલ સાથે આરોપી રાકેશભાઈ ભુપતભાઈ શકેરા રહે. કુળદેવી પાન પાસે મફતીયાપરા મોરબી-૨, રાજુભાઈ સવસીભાઈ દેલવાણીયા રહે. આઈ.ટી.આઈ. પાછળ ઘુંટુ તા.જી.મોરબી મૂળ ગામ સરવડ તા.માળીયા(મી) તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને હસ્તગત કર્યા હતા.

તાલુકા પોલીસે તેમની પાસેથી ૮૦ કિલો શુદ્ધ કોપર વાયર, કિ.રૂ.૧૮ હજાર અને રોકડા રૂ.૬૨ હજાર મળી કુલ રૂ.૮૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન આરોપી જયેશભાઈ ઉર્ફે ભાણો ચમનભાઈ કુંઢીયા રહે. આઈ.ટી.આઈ. પાછળ ઘુંટુ તા.જી.મોરબી હજુ પોલીસ પકડથી દૂર છે અને તેની શોધખોળ ચાલુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!