Saturday, August 29, 2026
HomeGujaratમોરબી અને હળવદમાં અલગ અલગ જુગારની પાંચ રેઇડમાં ૨૯ શખ્સો ઝડપાયા

મોરબી અને હળવદમાં અલગ અલગ જુગારની પાંચ રેઇડમાં ૨૯ શખ્સો ઝડપાયા

મોરબી જીલ્લામાં પોલીસે જુગારની પાંચ અલગ-અલગ રેઇડ કરી હતી. જેમાં મોરબી શહેરમાં સીટી એ અને બી ડિવિઝન વિસ્તાર તેમજ હળવદના સુસવાવ ગામ સહિતના સ્થળે જુગાર રમતા કુલ ૨૯ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે પોલીસે કુલ પાંચ દરોડામાં આરોપીઓ પાસેથી કુલ રૂ.૯૬,૫૭૦/-રોકડ રકમ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં મોરબી શહેરના શનાળા બાયપાસ તુલસી પાર્ક શેરી નં.૩માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ સામતભાઈ કુંભારવાડીયા ઉવ.૩૦, દેવદાનભાઈ આયદાનભાઈ કુંભારવાડીયા ઉવ.૪૯, પ્રવિણભાઈ સામતભાઈ બાળા ઉવ.૪૦, રમેશભાઈ લાખાભાઈ સવસેટા ઉવ.૩૩, અનીલભાઈ શાંતીભાઈ રેવાભાઈ ગૌસ્વામી ઉવ.૩૬, વિજયભાઈ આયદાનભાઈ મેઘાભાઈ જીલરીયા ઉવ.૩૯, ભરતભાઈ બાબુભાઈ બોરીચા ઉવ.૩૭, ભરતભાઈ છગનભાઈ બીજયાભાઈ ગોગરા ઉવ.૩૭ અને મયુરસિંહ રાજેન્દ્રસિંહ પરમાર ઉવ.૩૬ સહિત ૯ શખ્સોને રોકડા રૂ.૨૪,૩૦૦/-સાથે પકડી લેવામાં આવ્યા હતા.

 

જ્યારે બીજા દરોડાની મળતી વિગતો મુજબ, મોરબી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારના વીસીપરા લાયન્સનગરમાં તીનપત્તી રમતા અજયભાઈ તળશીભાઈ ચાવડા ઉવ.૪૨, મુનેશભાઈ પ્રેમજીભાઈ ચાવડા ઉવ.૨૯, અજયભાઈ મોહનભાઈ વાઘેલા ઉવ.૪૦, વિક્રમભાઈ પ્રેમજીભાઈ ચાવડા ઉવ.૨૩, દેવજીભાઈ મુકેશભાઈ પરમાર ઉવ.૨૦, શામજીભાઈ ધીરૂભાઈ અગેચણીયા ઉવ.૨૦ અને સવજીભાઈ તુલશીભાઈ વાઢેર ઉવ.૨૪ તમામ રહે. મોરબી વાળાને રંગેહાથ ઝડપી લેવાના આવ્યા હતા. આ સાથે તેઓની પાસેથી પોલીસે રોકડા રૂ.૧૧,૫૫૦/-જપ્ત કર્યા હતા.

જુગારની ત્રીજી રેઇડમાં સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર હડકાઈ માતા વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા સાવનભાઈ હિતેશભાઈ માલકીયા ઉવ.૨૨ અને તુલસીભાઈ રમેશભાઈ ઉપસરીયા ઉવ.૨૪ને બી ડિવિઝન પોલીસે રૂ.૩,૯૨૦/-ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. જ્યારે ચોથી રેઇડમાં પણ સામાકાંઠા વિસ્તારના ત્રાજપર ગામ સનુરા વાળી શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા અમીતભાઈ ભરતભાઈ કુંવરીયા ઉવ.૨૨, રાહુલભાઈ સુરેશભાઈ મકવાણા ઉવ.૩૦ અને સુનીલભાઈ સુરેશભાઈ મકવાણા ઉવ.૩૦ સહિત ૩ શખ્સો રોકડા રૂ.૫,૩૦૦/-સાથે ઝડપાયા હતા.

આ ઉપરાંત પાંચમા દરોડાની વિગતો મુજબ, હળવદ પોલીસે સુસવાવ ગામ પાસે આવેલા વોકળામાં જાહેરમાં જુગાર રમતા લખમણભાઈ રણછોડભાઈ માલકિયા, દિવ્યેશભાઈ મનીષભાઈ માલકિયા, રવજીભાઈ હમીરભાઈ રાઠોડ, સબીરભાઈ ગુલામભાઈ ભટ્ટી, દિનમહમદ ગુલમામદ રાઉમા, મેહુલભાઈ મનસુખભાઈ માલકિયા, સુજલભાઈ નરેશભાઈ માલકિયા અને નરેશભાઈ ગોવિંદભાઈ માલકિયા સહિતનાઓને શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.૪૧,૫૦૦/-રોકડા જપ્ત કર્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!