હળવદના ઘનશ્યામપુર ગામ નજીક સરા રોડ પરથી ઇક્કો કારમાં લઈ જવાતો ૫૦૦ લીટર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે દારૂ તથા કાર સહિત કુલ રૂ.૪ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો મોકલનાર એક આરોપીનું નામ ખુલતા તેને ફરાર દર્શાવી પોલીસે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે ઘનશ્યામપુર ગામ નજીક સરા રોડ ઉપર વાહન ચેકિંગ દરમિયાન ઇક્કો કાર નં. જીજે-૧૩-એએમ-૪૦૨૭ ને રોકી તપાસ કરતા તેમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧ લાખ મળી આવ્યો હતો. આ સાથે પોલીસે રૂ.૩ લાખની ઇક્કો કાર સહિત કુલ રૂ.૪ લાખના મુદ્દામાલ સાથે આરોપી ફિરોજ ફતેખાન મકરાણી, આસીફ મનસુરભાઈ મીર અને અફજલ અલ્લારખાભાઈ મકરાણી ત્રણેય રહે. ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરી હતી. જ્યારે દેશી દારૂનો જથ્થો મોકલનાર શિવરાજ ગભરૂભાઈ કાળીયા રહે. ખાટડી તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર વાળાના નામની કબુલાત આપતા પોલીસે તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કર્યો છે. હાલ હળવદ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






