મોરબી, ટંકારા, હળવદ અને વાંકાનેર તાલુકા-શહેરમાં પોલીસે જુગારની અલગ-અલગ ૮ રેઇડ કરી કુલ ૪૨ આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે બે આરોપી ફરાર થયા છે. દરોડા દરમિયાન રોકડ સહિત કુલ રૂ.૩,૩૫,૮૩૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પ્રથમ રેઇડ: મોરબી કુબેર ટોકિઝ પાછળથી ૫ ઝડપાયા.
મોરબી-૨ કુબેર ટોકિઝ પાછળ ધારના નાકાના પટ્ટમાં સ્ટ્રીટલાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા જગદિશભાઈ રમેશભાઈ પાટડીયા ઉવ.૨૬, જયપાલભાઈ મુળજીભાઈ કુંવરીયા ઉવ.૨૮, હિતેશભાઈ રાજુભાઈ મુંધવા ઉવ.૨૬, કિશનભાઈ સુરેશભાઈ પરમાર ઉવ.૨૭, દિનેશભાઈ ઘોઘાભાઈ વરાણીયા ઉવ.૪૫ ઝડપાયા હતા. પોલીસે રોકડા રૂ.૧૧,૩૦૦/- કબજે કર્યા હતા.
બીજી રેઇડ: મોરબીમાં યોર એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાંથી ૭ ઝડપાયા.
બાપાકે પ્લાઝા પાસે વિશાલ ફર્નિચર નજીક આવેલી યોર એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં જુગાર રમી રમાડાતો હોવાની બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે રેઇડ કરી હતી ત્યારે દુકાનમાં જુગાર રમતા પરેશભાઈ જીવરાજભાઈ ગોધાણી ઉવ.૨૭, ફેનીલભાઈ અલ્પેશભાઈ ભાડજા ઉવ.૨૬, જયમલભાઈ મનસુખભાઈ સોલંકી ઉવ.૩૯, મેહુલભાઈ રમેશભાઈ બોડા ઉવ.૩૭, સતીષભાઈ મુકેશભાઈ કારેણ ઉવ.૨૬, સંજયભાઈ મનસુખભાઈ પીપળોતર ઉવ.૨૭ અને ચીરાગભાઈ ધીરજભાઈ કોદાવરા ઉવ.૩૨ને રોકડા રૂ.૪૫,૨૦૦/- સાથે રંગેહાથ પકડી લેવામાં આવ્યા હતા.
ત્રીજી રેઇડ: ટંકારાના હડમતીયા ગામની સીમમાંથી ૩ ઝડપાયા, એક ફરાર.
ઘુનડા જવાના રસ્તે ૮૦ના ગેટથી આગળ ખેતરના શેઢા પાસે જુગાર રમતા જેરાજભાઈ ઉર્ફે જેરામભાઈ મોહનભાઈ ખાખરીયા ઉવ.૫૦, સાગરભાઈ કાનજીભાઈ ખાખરીયા ઉવ.૩૨ અને કાનજીભાઈ પ્રેમજીભાઈ ખાખરીયા ઉવ.૫૫ એમ ત્રણ જુગારી ઝડપાયા હતા, જ્યારે પ્રવિણભાઈ ઉર્ફે ગુડો ગગજીભાઈ વાઘેલા પોલીસ દૂરથી આવતા જોઈ નાસી ગયો હતો. આ સાથે પોલીસે રૂ.૨૩,૨૦૦/- રોકડ તથા એક મોબાઇલ ફોન સહિત રૂ.૨૮,૨૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ચોથી રેઇડ: હળવદના રાયસંગપર ગામે ૭ ઝડપાયા.
રાયસંગપર ગામે જાહેરમાં જુગાર રમતા રાજુભાઈ બીજલભાઈ ડાભી, ભરતભાઈ દેવજીભાઈ સોઢા, હરખાભાઈ થોભણભાઈ કણઝરીયા, નવઘણભાઈ બચુભાઈ ગેડાણી, વિઠ્ઠલભાઈ પ્રભુભાઈ ડાભી, રમેશભાઈ લાભુભાઈ ગેડાણી અને સુરેશભાઈ ગંગારામભાઈ સોઢાને હળવદ પોલીસે ઝડપી લીધા હતા. રેઇડ દરમિયાન આરોપીઓ પાસેથી રોકડા રૂ.૨૩,૭૦૦/- જપ્ત કરી હતી.
પાંચમી રેઇડ: હળવદ ચંદ્રગઢ ગામની સીમમાંથી ૬ ઝડપાયા, વાડી માલિક ફરાર.
ચંદ્રગઢ (લીલાપર) ગામની સીમમાં વિષ્ણુ જેરામભાઈ હડીયલની વાડીએ જુગાર રમતા નાનજીભાઈ સુખાભાઈ હડીયલ, રમેશભાઈ જહાભાઈ ચાવડા, ચંદુભાઈ બેચરભાઈ તારબુંદિયા, તુલશીભાઈ ચતુરભાઈ સુરાણી, જગદીશભાઈ શંકરભાઈ સોનગ્રા અને શામજીભાઈ મોહનભાઈ લોદરીયાને પોલીસે રોકડા રૂ.૧,૬૧,૫૦૦/- સાથે પકડી લેવામાં આવ્યા હતા. રેઇડ દરમિયાન આરોપી વાડી માલિક વિષ્ણુભાઈ જેરામભાઈ હડીયલ હાજર નહિ મળી આવતા તેને પોલીસે ફરાર જાહેર કરી તેની અટક કરવા તજવીજ શરૂ કરી છે.
છઠ્ઠી રેઇડ: વાંકાનેરમાં અમરસર ગામની સીમમાંથી ૭ ઝડપાયા.
અમરસર ગામની સીમમાં રામજીભાઈ કેશુભાઈ મકવાણાની વાડીના શેઢે ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા દેવાભાઈ કાનાભાઈ ગરીયા ઉવ.૪૭, સાગરભાઈ કાળુભાઈ બાબરીયા ઉવ.૨૬, જીતેશભાઈ મગનભાઈ રાઠોડ ઉવ.૩૦, ગૌતમભાઈ કેશવલાલ મકવાણા ઉવ.૩૬, રામજીભાઈ કેશુભાઈ મકવાણા ઉવ.૪૨, રતાભાઈ કાનાભાઈ ગમારા ઉવ.૩૨ અને અશોકભાઈ મોતીભાઈ કાટોડીયા ઉવ.૩૬ વાળાને વાંકાનેર સીટી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે જુગારના પટ્ટમાંથી પોલીસે રૂ.૫૨,૭૦૦/-ની રોકડ રકમ કબજે કરી હતી.
સાતમી રેઇડ: વાંકાનેર દાતાર વિસ્તારમાંથી ૨ ઝડપાયા.
દાતાર વિસ્તારના મફતીયાપરામાં સાગરભાઈ વિકાણીના ઘર પાસે શેરીમાં જુગાર રમતા સલીમશા રસુલશા શાહમદારા ઉવ.૫૮, રહે.ગાયત્રી મંદિર સામે, મફતીયાપરા વાંકાનેર અને સામજીભાઈ નાગજીભાઈ વાઘેલા ઉવ.૩૬ રહે. તિથવા વાંકાનેર વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે વાંકાનેર સીટી પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૧,૬૬૦/- તથા સ્પ્લેન્ડર મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-એએન-૮૩૧૪ કિ.રૂ.૩૦ હજાર મળી કુલ રૂ.૩૧,૬૬૦/- સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આઠમી રેઇડ: વાંકાનેર વાલાસણ ગામે ૫ ઝડપાયા.
વાલાસણ ગામે જીવાપર રોડ ઉપર રહેણાંક મકાન પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા તોફાનભાઈ બચુભાઈ ફુલતરીયા ઉવ.૩૨, પીન્ટુભાઈ પ્રાગજીભાઈ સીસાંગીયા ઉવ.૩૧, મનોજભાઈ માનસીંગભાઈ ફુલતરીયા ઉવ.૩૫, પ્રકાશભાઈ મુળજીભાઈ ફુલતરીયા ઉવ.૩૦ અને શૈલેષભાઈ કાંતીભાઈ સીસાંગીયા ઉવ.૨૭ને પકડી લેવાયા હતા, વાંકાનેર તાલુકા પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૬,૫૭૦/-સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






