Monday, August 31, 2026
HomeGujaratનેકનામ-પડધરી રોડ પર અજાણ્યા વાહનની ઠોકરે બાઈક ચાલક પ્રૌઢનું મોત

નેકનામ-પડધરી રોડ પર અજાણ્યા વાહનની ઠોકરે બાઈક ચાલક પ્રૌઢનું મોત

હિટ એન્ડ રનની ઘટનામાં ટંકારા પોલીસે અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ પર સિલ્પન કારખાના સામે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઈક ચાલકનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક વાહન સાથે ફરાર થઈ જતા ટંકારા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગત મુજબ, પડધરી તાલુકાના દહીસરડા (આજી) ગામે રહેતા ભાનુભાઈ ચનાભાઈ ચાવડા કે જેઓ પડધરીની એક્સિસ બેન્કમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતા હતા અને આવન-જાવન માટે હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ નં. જીજે-૦૩-આરઆર-૬૦૪ નો ઉપયોગ કરતા હતા. ત્યારે ગત ૨૫ ઓગસ્ટની રાત્રે આશરે ૭:૩૦ વાગ્યે નેકનામ-પડધરી રોડ પર સિલ્પન કારખાના સામે અજાણ્યા વાહનચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી ભાનુભાઈના બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં ભાનુભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓને બેભાન હાલતમાં ૧૦૮ મારફતે પડધરી સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્મત બાદ અજાણ્યો વાહનચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ મૃતકના નાનાભાઈ દેવજીભાઇ ચનાભાઈ ચાવડાની ફરિયાદને આધારે ટંકારા પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા એમ.વી. એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!