મોરબી જીલ્લામાં પોલીસે જુગારની ત્રણ અલગ-અલગ જગ્યાએ રેઇડ કરી કુલ ૧૫ આરોપીઓને ઝડપી પાડી રૂ.૫૩,૬૦૦/-ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્રણેય બનાવમાં પકડાયેલ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબીના લાયન્સનગરમાં ચાર શખ્સો ઝડપાયા.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ લાયન્સનગરમાં ચારબાઈના મંદિર પાસે જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા (૧)સુરેશભાઈ સવજીભાઈ દેલવાણીયા ઉવ.૫૦ રહે. શનાળા બાયપાસ લાયન્સનગર મોરબી, (૨)શંકરભાઈ રમેશભાઈ કડેવા ઉવ.૩૫ રહે.લાયન્સનગર શેરી નં.૩ મોરબી, (૩)શનિભાઈ રમુભાઈ ઓધાભાઈ વિકાણી ઉવ.૧૯ રહે.લાયન્સનગર શેરી નં.૩ મોરબી તથા (૪)અનિલભાઈ ધીરુભાઈ ભોજવીયા ઉવ.૩૬ રહે.લાયન્સનગર શેરી નં.૨ મોરબી વાળાને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રૂ.૨૪,૧૦૦/- રોકડા અને જુગારનું પોસ્ટર કબજે કર્યું હતું.
હળવદના જુના ધનાળામાં છ શખ્સો પકડાયા.
હળવદ પોલીસે જુના ધનાળા ગામે તળાવ પાછળ બાવળની કાંટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા (૧)અશોકભાઈ પ્રેમદાશભાઈ વૈષ્ણવ ઉવ.૬૦ રહે.આનંદ પાર્ક હળવદ, (૨)લલીતભાઈ હિંમતલાલ ઠાકર ઉવ.૫૫ રહે. વેલાળા તા.મૂળી જી. સુરેન્દ્રનગર, (૩)સંજયભાઈ ધારાભાઈ રંગપરા ઉવ.૩૦ રહે. વેલાળા, તા. મૂળી જી. સુરેન્દ્રનગર, (૪)કરશનભાઈ નારણભાઈ સોનાગ્રા ઉવ.૪૮ રહે.નવા ધનાળા તા. હળવદ, (૫)નીરવભાઈ પ્રવિણભાઈ ચૌહાણ ઉવ.૪૩ રહે.દંતેશ્વર દરવાજા પાસે વકીલ શેરી હળવદ તથા (૬)દિનેશભાઈ ઓગળભાઈ ઝીંઝવાડિયા ઉવ.૪૫ રહે.જુના ધનાળા તા. હળવદ વાળાને પોલીસે રોકડા રૂ.૧૪,૫૫૦/- સાથે રંગેહાથ ઝડપી લીધા હતા.
વાંકાનેરના મેસરીયા-ભલગામ રોડ પરથી પાંચ શખ્સો ઝડપાયા.
વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે પૂર્વ બાતમીને આધારે મેસરીયાથી ભલગામ જતા રસ્તે જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા (૧)ઉત્તમભાઈ ગોરધનભાઈ ભાલીયા, (૨)દિનેશભાઈ ભુપતભાઈ ફતેપરા, (૩)રમેશભાઈ રાયધનભાઈ ભાલીયા, (૪)ભાવેશભાઈ વલ્લભભાઈ ભાલીયા, (૫)શિવરાજભાઈ ખોડાભાઈ ભાલીયા બધા રહે. રહે.ભલગામ તા.વાંકાનેર વાળા સહિત પાંચેય આરોપીઓને વાંકાનેર તાલુકા પોલીસે રૂ.૧૪,૯૫૦/- રોકડા સાથે પકડી લઈ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






