Tuesday, September 1, 2026
HomeGujaratહળવદના રાયસંગપર ગામે ખેતરના શેઢે પાળો બાંધવા મુદ્દે કુટુંબી ભાઈઓ વચ્ચે મારામારી,...

હળવદના રાયસંગપર ગામે ખેતરના શેઢે પાળો બાંધવા મુદ્દે કુટુંબી ભાઈઓ વચ્ચે મારામારી, સામસામી ફરિયાદ

ધોકા, ધારીયા અને સોરીયા વડે હુમલાના બનાવમાં હળવદ પોલીસે કુલ ૮ સામે ગુનો નોંધ્યો.

- Advertisement -
- Advertisement -

હળવદના રાયસંગપર ગામની સીમમાં ખેતરના શેઢે પાળો બાંધવા અને ખેતરમાં જવાના રસ્તાના મુદ્દે કુટુંબી ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. બંને પક્ષે એકબીજા સામે ગાળો આપી માર માર્યા અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષના કુલ ૮ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

મળતી વિગતો મુજબ, જયંતીભાઈ રણછોડભાઈ સોનગ્રા ઉવ.૪૪ રહે. ખારીવાડી રામનગર હળવદ વાળાએ તેમના મોટાબાપુના દીકરા સહિતના આરોપી ઘનશ્યામભાઈ કરશનભાઈ સોનગ્રા, સંજયભાઈ ઘનશ્યામભાઈ સોનગ્રા, પ્રવિણભાઈ ઘનશ્યામભાઈ સોનગ્રા તથા કૌશલભાઈ રમેશભાઈ સોનગ્રા બધા રહે.હળવદ મહાદેવનગર વાળા વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ રાયસંગપર રોડ પર આવેલી સર્વે નં. ૮૧૩ની પોતાની વાડીમાં પુત્ર યોગેશ સાથે જેસીબીથી પાળાનું કામ કરાવતા હતા. દરમિયાન તેમના મોટા બાપુના દીકરા આરોપી ઘનશ્યામભાઈ સહિતના ઉપરોક્ત ચારેય આરોપીઓ ત્યાં આવી પાળો ન બાંધવા કહી ગાળો આપી ધોકા, ધારીયા અને સોરીયા વડે હુમલો કર્યો હતો.

જ્યારે સામા પક્ષે ફરિયાદી સંજયભાઈ ઘનશ્યામભાઈ સોનગ્રા ઉવ.૩૨ રહે. મહાદેવનગર હળવદ વાળાએ આરોપી જયંતીભાઈ રણછોડભાઈ સોનગ્રા, યોગેશભાઈ જયંતીભાઈ સોનગ્રા, રણછોડભાઈ અમરશીભાઈ સોનગ્રા તથા નીતીનભાઈ રણછોડભાઈ સોનગ્રા તમામ રહે.હળવદ ખારીવાડી રામનગર વાળા સામે નોંધાવેલ ફરિયાદમાં જાહેર કર્યું કે, રાયસંગપર રોડ ઉપર સર્વે નં. ૮૧૨ની સંયુક્ત જમીન તરફના રસ્તા પર આરોપી જયંતીભાઈ અને યોગેશભાઈ જેસીબીથી પાળો બાંધતા હોવાથી તેમને રોકવા જતા બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બંને પક્ષ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને મારામારીમાં ઈજા પહોંચાડી હતી. હાલ હળવદ પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે કુલ ૮ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૨૯(૩), ૫૪ તેમજ જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!