હળવદ પોલીસે પૂર્વ બાતમીના આધારે ખેતરડી ગામે આવેલ વાડીમાં દરોડો પાડી ૧૧૦ લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો. રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ માલી આવતા તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય ત્યારે મળેલી બાતમીના આધારે ખેતરડી ગામની આડા માર્ગ તરીકે ઓળખાતી સીમમાં વિશાલભાઈ હરજીભાઈ દેકાવાડીયા રહે. ખેતરડી તા.હળવદ વાળાની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી હાજર મળ્યો નહોતો. વાડીની અંદર તપાસ કરતાં બંધ હાલતમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી તથા ત્રણ પ્લાસ્ટિકના બાચકામાં ૧૧૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૨૨,૦૦૦/- સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.






