હળવદના કડીયાણા ગામથી માથક તરફ જતા રોડ પર મામાદેવ મંદિર પાસે પોલીસે શંકાસ્પદ રીતે પ્લાસ્ટિકના બાચકા સાથે ઉભેલા ગેલાભાઈ ઉર્ફે મુન્નો લખમણભાઈ દલસાણીયા ઉવ.૩૩ રહે. રણછોડગઢ તા.હળવદ વાળાને ઝડપી લીધો હતો. જ્યારે તેની પાસે રહેલ બાચકાની તલાશી દરમિયાન રીટઝ રીઝર્વ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૧૮ બોટલ કિ.રૂ.૧,૮૦૦/- મળી આવતા, પોલીસે વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.






