Friday, September 4, 2026
HomeGujaratમોરબીના શનાળા બાયપાસ નજીક ઓરડીમાંથી વિદેશી દારૂની ૮૪ બોટલ ઝડપાઈ, આરોપી ફરાર

મોરબીના શનાળા બાયપાસ નજીક ઓરડીમાંથી વિદેશી દારૂની ૮૪ બોટલ ઝડપાઈ, આરોપી ફરાર

સીટી એ ડિવિઝન પોલીસે રૂ.૧૨,૮૩૪/-નો વિદેશી દારૂ કબજે કર્યો: રેઇડ દરમિયાન સાગર સોલંકી હાજર ન મળતા ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે શનાળા બાયપાસના નવા પ્લોટ વિસ્તારમાં સાઈ બાબાના મંદિર પાછળ આવેલી ઓરડીમાં રહેતા સાગર બચુભાઇ સોલંકીના ભોગવટા વાળી ઉપરોજત ઓરડીમાં દરોડો પાડ્યો હતો. ઓરડીમાંથી વિદેશી દારૂની ૧૮૦મીલી.ની ૮૨ બોટલ તથા ૭૫૦મીલી.ની બે બોટલ સહિત કુલ ૮૪ નંગ બોટલ કિ.રૂ.૧૨,૮૩૪/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે દરોડા દરમિયાન સાગર સોલંકી સ્થળ પર હાજર મળ્યો ન હતો. જેથી પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!