Friday, September 4, 2026
HomeGujaratવાંકાનેરમાં સોની દુકાનદારની નજર ચૂકવી સોનાની ૬૫ નથડીની ચોરી કરનાર બે મહિલા...

વાંકાનેરમાં સોની દુકાનદારની નજર ચૂકવી સોનાની ૬૫ નથડીની ચોરી કરનાર બે મહિલા ઝડપાઈ

ગણતરીના કલાકોમાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલી રૂ.૧.૮૫ લાખની કિંમતનો ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર કર્યો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર મેઈન બજારમાં ખુશાલ જવેલર્સમાંથી દુકાનદારનું ધ્યાન ભટકાવી ૬૫ નંગ સોનાની બાલી (નથડી)ની ચોરી કરનાર બે મહિલાને વાંકાનેર સીટી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૧.૮૫ લાખની કિંમતનો સોનાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

વાંકાનેર મેઈન બજારમાં નવકાર સિલેક્શન સામે આવેલ ખુશાલ જવેલર્સમાં બે મહિલાઓ ગ્રાહક બની સોનાના દાગીના જોવા માટે આવી હતી. બંને મહિલાઓએ દુકાનદારને વાતોમાં રાખી તેની નજર ચૂકવી ૬૫ નંગ સોનાની બાલી(નથડી)કિ.રૂ.૧.૮૫ લાખની ચોરી કરી હતી. ચોરીની ફરિયાદ મળતાં વાંકાનેર સીટી પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ ખાનગી બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં બે મહિલા આરોપી મનીષાબેન ધીરૂભાઈ વસરામભાઈ સોલંકી રહે. મંગલમ પાર્ક-૦૧ ખોડીયારનગર ગોંડલ તા.જી.રાજકોટ તથા મીનાબેન ઉર્ફે તનુ રાહુલભાઈ મનોજભાઈ રાઠોડ રહે. ઉંબાળા ચોકડી ગોંડલ તા.જી. રાજકોટ વાળાને ઝડપી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. આ સાથે પોલીસે બન્ને મહિલા આરોપીઓ પાસેથી ૬૫ નંગ સોનાની બાલી (નથડી) કિ.રૂ.૧,૮૫,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલ બન્ને મહિલા આરોપી સોના-ચાંદીના દાગીનાની દુકાનોમાં જઈ, દુકાનદારને વાતોમાં રાખી ધ્યાન ભટકાવી દાગીનાની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ વાંકાનેર સીટી પોલીસે બન્ને મહિલા આરોપીઓને વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!