ટંકારા તાલુકાના વાછકપર ગામની સીમમાં વાડી વિસ્તારમાં ૧૫ વર્ષીય સગીરે કોઈ કારણસર ઝેરી દવા પી લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
વાછકપરની સીમમાં જયુભા ભીખુભા ગઢવીની વાડીમાં રહેતા છગનભાઈ દિનેશભાઈ અજનાર ઉવ.૧૫ મૂળ રહે. ઉન્ડારી તા.જોબટ જી. અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ ટંકારા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.






