IHSDP યોજના હેઠળ કામધેનું બાયપાસ રોડ પર નિર્માણ થયેલા ૬૦૮ આવાસની ફાળવણીની પ્રક્રિયા શરૂ થનાર છે. બિલ્ડીંગ નં. ૩૬, ૩૭ અને ૩૮ના ડ્રોમાં સફળ લાભાર્થીઓને રૂ.૫૧ હજાર અથવા બાકી રહેતી રકમ ૭ દિવસમાં ભરવા મહાનગરપાલિકાએ સૂચના કરી છે.
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કામધેનું બાયપાસ રોડ પર સર્વે નં.૧૪૧૫ પૈકીની જગ્યામાં સરકાર દ્વારા IHSDP યોજના (મુખ્યમંત્રી આવાસ યોજના) અંતર્ગત ૬૦૮ આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે આ આવાસોની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રોમાં સફળ થયેલા બિલ્ડીંગ નં.૩૬, ૩૭ અને ૩૮ના લાભાર્થીઓને તેમના લાભાર્થી હપ્તા (ફાળા) પૈકીની નિયત કુલ રકમ રૂ.૫૧,૦૦૦/- અથવા બાકી રહેતી રકમ ૭ દિવસની અંદર મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે ભરપાઈ કરવા જાણ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા લાભાર્થીઓને નિયત સમયમર્યાદામાં રકમ ભરપાઈ કરી આવાસ ફાળવણીની પ્રક્રિયામાં સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.






