વાંકાનેર તાલુકા પોલીસે મહિકાથી હોલમઢ જતા રસ્તા પર કાબરાનેસા નજીક જાહેરમાં તીનપત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમતા હોલમઢ ગામના ૯ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં વિપુલભાઈ પ્રેમજીભાઈ પાડલીયા ઉવ.૨૫, મેરામભાઈ બાબુભાઈ પાડલીયા ઉવ.૩૫, ગોપાલભાઈ ધુડાભાઈ પાડલીયા ઉવ.૨૪, પ્રકાશભાઈ ખોડાભાઈ ચૌહાણ ઉવ.૨૬, મુનેશભાઈ બાબુભાઈ પાડલીયા ઉવ.૨૫, જયંતીભાઈ જેસાભાઈ પાડલીયા ઉવ.૩૮, ગૌતમભાઈ જાદવભાઈ સારલા ઉવ.૨૪, મુકેશભાઈ બાબુભાઈ પાડલીયા ઉવ.૨૮ અને ગોપાલભાઈ અવચરભાઈ સારલા ઉવ.૨૫ તમામ રહે. હોલમઢ તા. વાંકાનેર વાળાને રોકડા રૂ.૭૦ હજાર સહિતના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી લીધા હતા. આ સાથે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






