મોરબી તાલુકાના ચકમપર ગામની સીમમાં આવેલ વાડીમાં ૨૦ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ લેતાં મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
ચકમપર ગામની સીમમાં આવેલી લક્ષ્મણભાઇ ભુદરભાઈની વાડીમાં રહેતા વિજયભાઈ સોમાભાઈ નાયકા ઉવ.૨૦ એ તા.૦૬/૦૯/૨૦૨૬ના રોજ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ તાલુકા પોલીસે અ.મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






