Monday, September 7, 2026
HomeGujaratમોરબીની લખધીરપુર રોડની કેનાલમાં ડૂબેલા વ્યક્તિનો મૃતદેહ ૩૩ કલાક બાદ દશ કિલોમીટર...

મોરબીની લખધીરપુર રોડની કેનાલમાં ડૂબેલા વ્યક્તિનો મૃતદેહ ૩૩ કલાક બાદ દશ કિલોમીટર દૂર જોધપર નદીમાંથી મળ્યો

મોરબીના લખધીરપુર રોડની કેનાલમાં ડૂબેલા વ્યક્તિની મોરબી ફાયર વિભાગ દ્વારા શોધખોળ દરમિયાન બનાવ સ્થળથી આશરે દસ કિલોમીટર દૂર મચ્છુ-૨ ડેમ નજીકથી આશરે ૩૩ કલાક બાદ મૃતદેહ મળી આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ગત તા. ૦૫/૦૯ના રોજ સવારે ૯ વાગ્યે લખધીરપુર રોડની કેનાલમાં એક વ્યક્તિ ડૂબી ગયાની જાણ મોરબી ફાયર કંટ્રોલરૂમને કરવામાં આવી હતી. ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ મૃતદેહ મળ્યો ન હતો. ત્યારબાદ બીજા દિવસે સાંજે ૬ વાગ્યે, આશરે ૩૩ કલાકની શોધખોળ બાદ બનાવ સ્થળથી આશરે દસ કિલોમીટર દૂર મચ્છુ-૨ ડેમ નજીક જોધપુર નદી પાસેથી તે વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.હાલ તાલુકા પોલીસ દ્વારા મરણ નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!