મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામે ઘરે વીજશોક લાગતાં ૪૦ વર્ષીય પરિણીતાનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના તળાવીયા શનાળા ગામે રહેતા કંચનબેન સંજયભાઈ કગથરા ઉવ.૪૦ને ગત તા.૦૬/૦૯ના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે વીજશોક લાગ્યો હતો. ગંભીર હાલતમાં તેમને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. ત્યારે પોલીસે અ.મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મૃત્યુના બનાવ અંગે પોલીસ તપાસમાં મૃતકના લગ્નને ૧૬ વર્ષ થયા હતા અને તેમને બે સંતાન હોવાનું સામે આવ્યું છે.






