મોરબીના જેલ રોડ ઉપર આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે લીમડાના ઝાડ સાથે રસ્સી બાંધી આશરે ૪૦ વર્ષીય નેપાળી યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના જેલ રોડ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગઈકાલ ૬ સપ્ટેમ્બરના રોજ મનોજભાઈ નૈનેભાઈ થાપા ઉવ.આશરે ૪૦ મૂળ નેપાળ દેશના વતની હાલ રહે. ઠાકર લોજ જેલ રોડ મોરબી વાળાએ લીમડાના ઝાડ સાથે રસ્સી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આપઘાત કરવા પાછળના કારણો સહિતની તપાસ હાથ ધરી છે.






