Tuesday, September 8, 2026
HomeGujaratહળવદ: પોસ્ટના જોઈન્ટ બચત ખાતામાં પુત્રની ખોટી સહી કરી મોબાઇલ નંબર બદલ્યાની...

હળવદ: પોસ્ટના જોઈન્ટ બચત ખાતામાં પુત્રની ખોટી સહી કરી મોબાઇલ નંબર બદલ્યાની માતા સામે ફરિયાદ

પુત્રના મોબાઇલ પર મેસેજ આવતા સમગ્ર મામલો સામે આવ્યો: વાઉચર ફોર્મમાં ખોટી સહી કરી પોતાનો મોબાઇલ નંબર અપડેટ કર્યો.

- Advertisement -
- Advertisement -

હળવદ સબ પોસ્ટ ઓફિસના માતા-પુત્રના જોઈન્ટ બચત ખાતામાં પુત્રની જાણ બહાર મોબાઇલ નંબર બદલવા માટે તેના નામે ખોટી સહી કરી વાઉચર ફોર્મ રજૂ કરાયું હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં રાજકોટમાં અભ્યાસ કરતા પુત્રએ પોતાની માતા સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગતો અનુસાર, ફલેટ નંબર એ/૪ વસુંધરા કેનાલ રોડ રાજકોટ ખાતે રહેતા ફરિયાદી પાર્થ અનીલકુમાર માનસેતા ઉવ.૨૮ અને તેમની માતા નયનાબેન માણેકલાલ મેઢા રહે. હળવદ ગિરનારીનગર વાળાનું હળવદના સબ પોસ્ટ ઓફિસમાં સંયુક્ત નામે આશરે પાંચ વર્ષ અગાઉ બચત ખાતું ખોલાવવામાં આવ્યું હતું. જ્યારે ફરિયાદી હાલ રાજકોટમાં રહી એલ.એલ.બી.નો અભ્યાસ કરે છે. ત્યારે ગત તા.૯ જુલાઈના રોજ રાજકોટ ખાતે તેમના મોબાઇલ પર હળવદ પોસ્ટ ઓફિસના જોઈન્ટ ખાતામાં મોબાઇલ નંબર બદલાયો હોવાનો મેસેજ આવ્યો હતો. જેથી તેમણે હળવદ પોસ્ટ ઓફિસમાં ઈ-મેઇલ મારફતે તપાસ કરતાં મોબાઇલ નંબર બદલવા માટેનું વાઉચર ફોર્મ મળ્યું હતું.

જે વાઉચર ફોર્મમાં કરાયેલી સહી ફરિયાદી પાર્થભાઈની ન હતી અને તેમણે આવું કોઈ ફોર્મ ભર્યું કે સહી કરી નહોતી અને તપાસ કરતાં તેમની માતા નયનાબેને ખાતામાં નોંધાયેલ ફરિયાદીનો મોબાઇલ નંબર બદલી પોતાનો મોબાઇલ નંબર અપડેટ કરાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વાઉચર ફોર્મમાં પોતાની ખોટી સહી કરવામાં આવી હોવા મામલે ફરિયાદી પાર્થ માનસેતાએ હળવદ પોલીસ મથકમાં માતા નયનાબેન સામે ફરિયાદ નોંધાવી છે. હાલ હળવદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!