મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાતી પ્લોટ શેરી નં.૧ના નાકેથી વિદેશી દારૂની ૧૦ બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં દારૂનો જથ્થો આપનારનું નામ સામે આવર પોલીસે તેને ફરાર દર્શાવી આગળની તપાસ ચલાવી છે.
મળતી વિગતો મુજબ, સીટી એ ડિવિઝન પોલીસે લાતી પ્લોટ શેરી નં.૧ ના નાકા પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝબલું લઈને જતા વિશાલભાઈ હરિભાઈ મહેતા ઉવ.૪૭ રહે. શ્રીજી પાર્ક સોસાયટી બાલાજી હોમ દલવાડી સર્કલ મોરબી હાલ મીરા રોડ ત્યાનંદનગર મુંબઈ વાળાને રોકી તપાસ કરતા તેની પાસેથી બ્લેન્ડર પ્રાઇડની ૩૭૫મીલી.ની ૨ બોટલ અને ઓફિસર ચોઇસની ૧૮૦મીલી.ની ૮ બોટલ કુલ કિ.રૂ.૨,૦૮૦/- વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ સાથે પકડાયેલ આરોપીની પૂછપરછમાં દારૂ ભરતભાઈ સુખાભાઈ ગરચર રહે. યદુનંદન સોસાયટી મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું જણાવતા પોલીસે આ કેસમાં સપ્લાયર આરોપીને વોન્ટેડ જાહેર કરી બન્ને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






