જીલ્લા મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરેના આદેશથી આરોપીઓને સુરત, અમદાવાદ અને જૂનાગઢ જેલહવાલે કરાયા: ગુનાખોરી ડામવા વહીવટી અને પોલીસ તંત્રની કડક કાર્યવાહી.
મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ જાળવી રાખવા તેમજ અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર કડક અંકુશ મેળવવાના ભાગરૂપે જીલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા પાસા કાયદા હેઠળ કડક અટકાયતી હુકમો કરવામાં આવ્યા છે. પોલીસ અધિક્ષકની દરખાસ્તોના આધારે ઓગસ્ટ-૨૦૨૬ દરમિયાન દારૂની ગેરકાયદે હેરફેર સાથે સંકળાયેલા ૩ બુટલેગરો સામે કાર્યવાહી કરી જેલહવાલે કરાયા છે. જેમાં મોરબી શહેર ‘એ’ ડિવિઝન હેઠળ આશરે રૂ. ૧ કરોડના દારૂની હેરાફેરીમાં સંકળાયેલ હિન્દુભાઈ મોહનભાઈ ઉર્ફે મેપાભાઈ બાંભવા તેમજ ટંકારા પોલીસ સ્ટેશન હેઠળ રૂ. ૬૦ લાખના દારૂના ગુનાઓમાં સામેલ ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો નાગજીભાઈ ફાંગલીયા અને વશરામભાઈ નારણભાઈ સાટકાનો સમાવેશ થાય છે. આ અટકાયતી ઈસમોને સુરત, અમદાવાદ અને જૂનાગઢની જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.






