મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા ૨થી ૮ સપ્ટેમ્બર દરમિયાન એક કોમ્પલેક્સના ૬ સ્ટાફને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત ફાયર સેફ્ટી વ્યવસ્થાનું ચેકિંગ કરી ખામીઓ ધરાવતા બિલ્ડિંગને નોટિસ અપાઈ હતી.
મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા.૦૨/૦૯થી ૦૮/૦૯ દરમિયાન એક કોમ્પલેક્સમાં ૬ સ્ટાફને ફાયર પ્રિવેન્શન અંગે તાલીમ આપવામાં આવી હતી. ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે વિવિધ બિલ્ડિંગના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તેમજ ફાયર સેફ્ટી સિસ્ટમના ઇન્સ્ટોલેશનનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન અપૂરતી ફાયર સેફ્ટી વ્યવસ્થા ધરાવતી બિલ્ડિંગને નોટિસ આપી જરૂરી સૂચનો અને માર્ગદર્શિકા આપવામાં આવી હતી. આ ઉપરાંત એક ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) માટેની અરજી મળતાં તેને આર.એફ.ઓ. કચેરી ખાતે ફોરવર્ડ કરવામાં આવી હતી.
ફાયર શાખા દ્વારા જણાવ્યા મુજબ, ફાયર ટ્રેનિંગ અને પ્રિવેન્શનનો મુખ્ય હેતુ લોકોને ફાયર સેફ્ટી અંગે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવા તેમજ ઈમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક પગલાં લઈ જાનમાલનું નુકસાન અટકાવવાનો છે. આ સમયગાળા દરમિયાન મોરબીમાં ૫ ફાયર કોલ અને ૩ રેસ્ક્યુ કોલના બનાવો બન્યા હતા, જેમાં ફાયર જવાનોએ કામગીરી કરી હતી. કોઈપણ આગ કે ઈમરજન્સીની ઘટનામાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના ૦૨૮૨૨ ૨૩૦૦૫૦, ૧૦૧ અથવા ૧૧૨ નંબર ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.






