મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે શનાળા રોડ પર મુરલીધર હોટલ પાછળ આવેલા મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂના ૩૮ ચપલા ઝડપી લીધા હતા. રેઇડ દરમિયાન આરોપી મકાન માલિક સ્થળ પર હાજર ન મળતાં પોલીસે તેને ફરાર જાહેર કર્યો છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે શનાળા રોડ મુરલીધર હોટલ પાછળ વિકી નારણભાઈ નાટડાના રહેણાંક મકાનમાં રેઇડ કરતા જ્યાં મકાનના બાથરૂમમાંથી વિદેશી દારૂની અલગ અલગ બે બ્રાન્ડના ૧૮૦મીલી.ની ૩૮ બોટલ કિ.રૂ.૬,૪૯૦/- મળી આવી હતી. જ્યારે મકાન માલિક આરોપી વિકી નારણભાઈ નાટડા ઘરે હાજર ન મળતા તેની સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.






